GujaratAhmedabadBjpPolitics

સીઆર પાટીલના ગઢમાં ભૂંકપ, એક બાદ એક આઠ નેતાઓએ પડ્યા રાજીનામા

ભાજપમાં રાજીનામાંઓનો દોર શરુ થયો છે. તેમાં પણ ખાસકરીને દક્ષિણ ગુજરાત જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણવામાં આવે છે. ત્યાં એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે. ડાંગમાંથી સતત એક બાદ રાજીનામાઓ પડી રહ્યાં છે. જ્યારે એક બાદ એક રાજીનામાથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પહેલા ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહાર દ્વારા પોતાના પદથી પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાંથી આઠ હોદ્દેદારો દ્વારા રાજીનામાઓ આપવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ભાજપ પ્રમુખના રાજીનામા બાદ એક બાદ એક તેમની ટીમના હોદ્દેદારો દ્વારા રાજીનામાં આપવામાં આવી રહ્યા છે. દશરથ પવારના સમર્થનમાં આજે વધુ આઠ હોદ્દેદારો દ્વારા રાજીનામા આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષા પટેલ, ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ વળવી, વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજય પાટીલ, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રાહુલ બચ્છાવ, ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન પટેલ, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ તુષાર ખરે, આહવા તાલુકા અનુસૂચિતજાતી મોરચાના પ્રમુખ હેમંત ખરે, આહવા તાલુકા લઘુમતી મોરચા ના મહામંત્રી આમીન શાહ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે.

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી આ લોકો સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદને લીધે પોતાની મરજીથી આપ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી દિવસમાં વધુ રાજીનામા પડે તેવી ડાંગ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધીમાં ડાંગ ભાજપમાં 13 હોદ્દેદારો દ્વારા દશરથ પવારના સમર્થનમાં રાજીનામા આપવામાં આવ્યા છે.