અંબાજીના દાંતા તાલુકામાં બ્રેક ફેલ થતા ટ્રકનો સર્જાયો અકસ્માત, ટ્રકચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અંબાજીના દાંતાથી સામે આવ્યો છે.
અંબાજીના દાંતા તાલુકામાં મોટાભાગના માર્ગ પહાડી અને ઢલાંગ વાળા રહેલા છે. આજુબાજુ ઘાટી વિસ્તાર હોવાના લીધે અવારનવાર અકસ્માતો સર્જાય છે. જ્યારે આજે આવું જ કંઇક બન્યું છે. તાલુકાના ટુંડિયા ઘાટીમાં ટ્રકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, ટ્રકના પલટી ખાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
જ્યારે આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, વરસાદના લીધે આજે ઘાટીમાંથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થતા આ અકસ્માત થયો હતો. ટ્રક પલટી જવાના લીધે એકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ ભરી જહેમત બાદ મૃતકનો મૃતદેહ બહાર કાઢી શકાયો હતો.