ગોંડલ બસ સ્ટેશનમાં એસટી બસ પૂછપરછ ની બારી સુધી ઘુસી ગઇ અને પછી….
ગોંડલથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટાથી રાજકોટ જઈ રહેલી એસટી બસ ગોંડલ સ્ટેન્ડમાં ઉભી રહેવાની જગ્યાએ પૂછપરછ બારીમાં ઘુસી ગઈ હોવાની ઘટનાની સામે આવી છે. આ ઘટનામાં એક કિશોરને ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. જયારે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેને લઈને પોલીસ અને ડેપો મેનેજર દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ બસ સ્ટેન્ડ પર લોકો બસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ઉપલેટાથી રાજકોટ જનાર બસ ડ્રાઈવરની બેદરકારીના લીધે પ્લેટફોર્મ આઠ નંબર પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી પૂછપરછની બારીમાં જ ઘુસી ગઈ હતી. તેના લીધે એક 12 વર્ષનો કિશોર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે અકસ્માત સર્જાતા જ બસ સ્ટેન્ડમાં દોડધામ મચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં ખુશાલ ભરતભાઈ સાદિયાનો નામનો કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત કિશોરને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલામાં રાજકોટ-ઉપલેટાના ડ્રાઈવર અતુલભાઈ કે. લુણાગરિયા જણાવવામાં આવ્યું છે કે, હું છેલ્લા 22 વર્ષથી એસટી ડ્રાઇવિંગ કરી રહ્યો છું. એસટી બસમાં બ્રેક ના લાગવાને લીધે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ સમગ્ર ઘટનાના CCTV સામે આવતાં ડેપો મેનેજર અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતની ઘટનાને લઈને ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, બસમાં બ્રેક બરોબર જ રહેલ છે. ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોય શકે છે. કેમકે ડ્રાઈવ બ્રેક મારવાનો ભૂલી ગયો હોવાના લીધે આ અકસ્માત સર્જાઈ હતી.