GujaratRajkotSaurashtra

ગોંડલમાં માતા-પુત્રએ ઝેરી દવા ઘટઘટાવીને કર્યો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોંડલમાં પણ માતા અને પુત્રએ એક સાથે ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. સારવાર દરમિયાન માતા પુત્ર બંને મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. પરિવારના બે સભ્યોને એક જ દિવસે ગુમાવવાના કારણે હાલ તો પરિવારજનોમાં શોકનો માહોલ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિનોદચંદ્ર પીઠવા, ભારતીબેન પીઠવા અને પુત્ર મીરાજ પીઠવા ત્રણેય જણા તેમના નિયત ક્રમ અનુસાર સવારે ગરમ પાણીમાં આમળાનું જ્યુસનું સેવન કર્યુ હતુ. ત્યારપછી આજરોજ વિનોદચંદ્ર ઘરમાં આવેલ અગાસી પર લટાર મારીને થોડા સમય પછી નીચે આવ્યા તો તેમણે જોયું કે તેમની પત્ની અને પુત્રએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ઘટઘટાવી લીધી હતી. તેથી વિનોદચંદ્ર આ બંનેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પહેલા પુત્ર અને બાદમાં માતાનું મોટ થયું હતું.

તમને જણાવી દઈએ કે, વિનોદચંદ્ર પીઠવા તેમના પરિવાર સાથે આફ્રિકામાં વસવાટ કરતા હતા. જોકે છેલ્લા પાંચ વર્ષથી પીઠવા પરિવાર તેમના વતન ગોંડલ ખાતે પરત ફર્યા હતા. મીરાજે પણ આફ્રિકામાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ભારતમાં પરત ફર્યા પછી તેણે થોડો સમય પુના કોલેજ ખાતે અભ્યાસ પણ કર્યો હતો. પરંતુ મીરાજને કેન્સરની બીમારી લાગુ પડતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. મિરાજની બીમારીના કારણે તેના માતા પિતા પણ સતત ચિંતિત રહેતા હતા. હાલ તો ગોંડલ સીટી પોલોસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.