જૂનાગઢમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ જાહેર સભામાં ભાજપને લઈને આપ્યું મોટું નિવેદન
જૂનાગઢ લોકસભામાં ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં લોકસભા ઉમેદવાર હીરા જોટવા અને ગોપાલ ઈટાલિયાની સભા યોજવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. બંનેની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજવામાં આવી હતી. આ દરમિયાન ગોપાલ ઈટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના લોકો એવુ કહે છે કે, કોંગ્રેસ અને આપ વાળા ભેગા કેમ થઈ ગયા તો મારે તેમને કહેવું છે કે, પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝઘડો થાય તો પહેલો સગો પાડોશી જ કહેવામાં આવે. તેમ અમે બધા પક્ષો લોકશાહી બચાવવા એકઠા થયેલ છીએ. 2014 બાદ CBI અને ED દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પાડવામાં આવી છે. ભાજપ દ્વારા CBI નો દુરુઉપયોગ કરવામાં આવ્યો છે.
ગોપાલ ઈટાલિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આજે દરેક ભાજપી 400 પાર વાત કરવામાં આવે છે પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવી દો. આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોય મત આપવાના છે. ભાજપવાળા રામના નામે મત માગવા નીકળેલા છે. રામ દ્વારા એક મિનિટમાં રાજપાઠ છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતા ભાજપ પક્ષ દ્વારા રૂપાલાની ટિકિટ મુકવામાં આવી નહોતી. ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા જોવા મળ્યા નથી. સંવિધાન બચાવવા માટે દરેક દ્વારા ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરવામાં આવી હતી. આ સિવાય ગોપાલ ઈટાલીયા દ્વારા ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરવામાં આવી હતી.
આ સિવાય હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરતા જણાવાયું હતું કે, હાલમાં ભાજપ દ્વારા વાહીયાદ વાતો કરવામ આવી રહી છે કે, જૂનાગઢના MP ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે આપણે જોવાનું નથી. જૂનાગઢ અને વેરાવળમાં GIDC બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં કરવામાં આવ્યું છે. જો કોંગ્રેસ અને ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવામાં આવશે. તેના સિવાય જે ગ્રેજ્યુએટ હશે તેમને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. જ્યારે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો હું આગામી 5 વર્ષ તમારા માટે જાગતો રહીશ.