SaurashtraGujaratRajkot

રાજકોટમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી નરાધામે દુષ્કર્મ આચર્યું અને પછી…..

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં આવી જ ઘટના સામે આવી છે. રાજકોટમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં 14 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બે-બે વખત દુષ્કર્મ આચરી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે સમગ્ર બાબતમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસી 363, 366, 376 (2)(J)(N) તેમજ પોકસો સહિતની કલમ હેઠળ વિકી દેવીપુજક નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવેલા વિકી દેવીપુજક દ્વારા સગીરાને કહેવામાં આવ્યું હતું કે, જો તું મારી સાથે નહીં આવે તો હું ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લઈશ. જ્યારે તે બાળકીનું અપહરણ કરી તેને વેરાવળ તરફ લઈને ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તે બાળકીને રાજકોટ પરત મૂકીને ચાલ્યો ગયો હતો.

તેની સાથે સગીરાની માતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તેને પાંચ સંતાન રહેલ છે. પોતાના પતિ છૂટક મજૂરી કામકાજ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. 24 જાન્યુઆરીના રોજ પોતે પોતાના પતિ સાથે કપડાં ખરીદવા માટે બજારમાં ગયેલી હતી. તે દરમિયાન મોટી દીકરીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કેમ 14 વર્ષની બહેન ઘરેથી ક્યાંય ચાલી ગઈ છે અને તે હજુ સુધી ઘરે આવી નથી. ત્યાર બાદ સમગ્ર મામલમાં દીકરીની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે 25 જાન્યુઆરીના રોજ તે સાંજના સાતક વાગ્યાના પોતાની ઘરે પરત આવી ગઈ હતી.

એવામાં ઘરે પરત ફરી દીકરીને માતા પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે, મારે વિકી નામના છોકરા સાથે પ્રેમ સંબંધ રહેલો છે. તે મને તેના ઘરની પાછળના વાડામાં લઈને ચાલ્યો ગયો અને લગ્ન કરવાની લાલચ આપી તે મારી સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. તેની સાથે બળજબરીપૂર્વક મારી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. તેના દ્વારા બે વખત આ પ્રકારે મારી સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ટ્રેન મારફતે મને વેરાવળ તરફ કોઈ ગામમાં લઈને ચાલ્યો ગયો હતો. તેના પછી તે ત્યાંથી પરત મને રાજકોટ લઈને આવી ગયો હતો. હાલમાં આ સમગ્ર મામલામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આરજી બારોટ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી છે.