સુરતમાં ડમ્પરે બાઈક સવાર પિતા-પુત્ર ને લીધા અડફેટે, બાળકનું મૃત્યુ, પિતાની હાલત ગંભીર
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.
સુરતના ઉગત-ભેસાણ રોડ પર ડમ્પર દ્વારા બાઈક પર જઈ રહેલા પિતા-પુત્રને અડફેટે લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પુત્રનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને સારવાર માટે નજીક હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. જ્યારે તેમની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી મુજબ, ઈશ્વરભાઈ અને તેનો 14 વર્ષીય દીકરો પરિવાર સાથે દાંડી રોડ નજીક આવેલા ગોપાલ ફાર્મમાં રહેતા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ઈશ્વરભાઈ પશુપાલનનો વ્યવસાય કરતા હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલના પિતા-પુત્ર ભેસાણથી ઉગત રોડ પર મોરાભાગળથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ફૂલ ઝડપે આવી રહેલા ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતાં. તેના લીધે 14 વર્ષીય દીકરાનું ઘટના સ્થળ પર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે અકસ્માત સર્જીને ડમ્પરને રસ્તા પર જ મૂકીને ચાલક નાસી ભાગી ગયો હતો. ત્યાર બાદ એકઠા થયેલા લોકો દ્વારા 108 મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે સખ્ત કાર્યવાહીની માંગણી પરિવારજનો દ્વારા કરાઈ છે.