સુરતમાં યુવતીની છેડતી કરવી યુવકને પડી ભારે, ગ્રામજનોએ યુવકનું કર્યું અર્ધ મુંડન
સુરતના કામરેજ તાલુકાના એક ગામથી છેડતી ઘટના સામે આવી છે. પરંતુ સગીરાને છેડતી કરવી ભારે પડી છે. ગ્રામજનો દ્વારા યુવકને સખ્ત સજા ફટકારવામાં આવી છે. ગ્રામજનો દ્વારા યુવકનું અર્ધ મુંડન કરી પાઠ ભણાવવામાં આવ્યો છે. તેની સાથે આ મામલામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ સિવાય અર્ધ મુંડન કરેલ યુવકનો વિડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ પણ થઈ ગયો હતો.
આ ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરા દુકાન પર દૂધની થેલી લેવા માટે ગઈ હતી તે સમયે એક યુવક સગીરા પાસે આવી ગયો હતો. આ યુવક દ્વારા સગીરાને હાથમાં એક કાગળ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સગીરાએ કાગળ લેવાની ના પાડી તો યુવક દ્વારા સગીરાનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરા યુવકની આ હરકતથી ભયભીત થઈ ગઈ હતી અને તે તેના ઘરે આવી ગઈ હતી.
ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ સગીરાએ તેની માતાને કરી હતી. ત્યાર બાદ સગીરા અને તેની માતા યુવકને શોધવા માટે બીજારમાં નીકળી ગયા હતા. એવામાં લસકાણા ગામ તરફ જવાના રસ્તા પર સગીરાની છેડતી કરનાર યુવક જોવા મળ્યો હતો. છેડતીની ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકો દ્વારા યુવકની પૂછપરછ કરી યુવકનું અર્ધ મુંડન કરવામાં આવ્યું હતુ. તેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો હતો.
આ મામલાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીનું નામ ધવલભાઈ પ્રવીણભાઈ મારું હોવાનું સામે આવ્યું છે.