સુરતમાં અસામાજિક તત્વોએ સોસાયટીમા ઘુસીને યુવકને ઢોર માર માર્યો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. એવામા આજે સુરતથી આવી જ એક બાબત સામે આવી છે. સુરતના અડાજણના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં ઘૂસી ને સ્થાનિક યુવકને ઢોર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જ્યારે આ દરમિયાન યુવકની બચાવમાં તેની પત્ની આવી પહોંચી હતી. તેમ છતાં તેને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો દ્વારા યુવકને માર મારવામાં આવતા તે રસ્તા પર પડી ગયો હતો. મહિલા દ્વારા હુમલાખોરો સામે ભીખ માંગવામાં આવી રહી હતી. તેમ છતાં હુમલાખોરો દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો. અંતે હુમલાખોરો ધમકી આપીને તે ફરાર થઈ ગયા હતા.
તેની સાથે જણાવી દઈએ કે, આ હુમલાખોરોમાં વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો દ્વારા યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર મામલામાં અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અડાજણ વિસ્તારમાં બુટલેગરો દ્વારા કરવામાં આવેલા હુમલા નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયો હતો. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી તે જ વિસ્તારમાં સરઘસ કાઢીને આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.