GujaratSouth GujaratSurat

સુરતમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પોલીસ ફરિયાદનો ડર બતાવીને લાખો રૂપિયા પડાવ્યા

વેસુના એક કાપડ વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પહેલા વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને બાદમાં આરોપીઓએ વધુ પૈસા પડાવવા ફોન કરીને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને બીજા 20 લાખ માંગતા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ કેસમાં 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વીઆઈપી રોડ ખાતે વસવાટ કરતા 48 વર્ષની ઉંમરના એક વેપારીને શિવરાજે નવેમ્બર મહિનામાં વોટસએપ પર એક યુવતીનો ફોટો મોકલ્યો હતો. અને આ વેપારીને બાદમાં નાનપુરા સંતોક એપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યો હતો. વેપારી જ્યારે ફલેટમાં ગયો ત્યારે માત્ર 5 જ મિનિટ થઈ અને તેવામાં ત્રણેક માણસો અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેય લોકોએ પોતે પોલીસ છે તેવી ઓળખ આપીને કહ્યું કે અહીં સેક્સ રેકેટ ચાલે છે અમે પોલીસ કેસ કરીશું તેવી ધમકી આપી હતી. ત્યારે બદનામીના ડરથી વેપારીએ આ પોલીસ બનીને આવેલી ટોળકીને 10 લાખ રૂપિયા આપ્યા હતા. હનીટ્રેપ થયાના છ મહિના પછી મકવાણાએ વેપારીને તેના ઘરેથી જ કારમાં બેસાડીને કહ્યું કે ‘યુવતી અને તેના પિતા તારા વિરુદ્ધ કેસ કરવા આવ્યા છે’ ત્યારે વેપારીએ બદનામીના ડરથી ધંધાના 40 લાખ રૂપિયા મકવાણાને આપ્યા હતા. મકવાણાએ બે દિવસ પછી ફરી ફોન કર્યો અને કહ્યું કે આ લોકો પોલીસ ફરિયાદ કરવાની જીદ કરે છે અને સમાધાન માટે હજુ બીજા 20 લાખ રૂપિયા માંગે છે.

નોંધનીય છે કે, વેપારીએ આ મામલાથી કંટાળી ગયો હતો. અને તેણે આ મામલે તેના એક મિત્રને જણાવ્યું હતું. ત્યારે અઠવા પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે મિત્રએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે આ તો નકલી પોલીસ બનીને પૈસા પડાવનાર ટોળકી છે. ત્યારે આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે