સુરતમાં GRD જવાનની ઈંડાની લારી પર ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ હત્યા
સુરતના કડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર GRD જવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલ સાંજના પોતાના ઘર પાસે પોતાની ઈંડાની લારી પર ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં હત્યા કયા કારણોસર કરવામાં આવી તેની જાણકારી સામે આવી નથી. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર GRD જવાન કિશન રાઠોડની ગઈકાલ સાંજના સમયે ઘર પાસે પોતાની ઈંડાની લારી પર રહેલા હતા. તે સમયે તેમની હત્યા કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. કિશન પોતાની ઈંડાની લારી પર સાંજના સમયે કામ કરી રહ્યો હતો તે સમયે 2 થી 3 મોટર સાયકલ પર ચારથી પાંચ અજાણ્યા ઈસમો આવી ગયા અને તેમાંથી બેથી ત્રણ ઈસમો બાઇક પરથી ઉતરીને કિશનની ઈંડાની લારીને પાસે આવી ગયા હતા. ત્યાર બાદ કિશનને લાકડાનો સપાટો મારી નીચે પાડી દીધો અને કિશન પર ચુપ્પું વડે હુમલો કરી દીધો હતો. તેમ છતાં ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેના લીધે હુમલાખોરો બાઈકને લઈને નાસી ગયા હતા. કિશન રાઠોડ છેલ્લા ઘણા સમયથી કડોદરા પોલીસમાં GRD જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને સેવાભાવી સ્વભાવનો હોવાના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એવામાં પરિવારજનો પણ અચાનક બનેલી આ ઘટનાને લઈને દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના માતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કિશનની કોઈ સાથે દુષ્મની કે અણબનાવ નહોતો. જ્યારે કિશનના મૃત્યુથી સમગ્ર ગામમાં શોકમન્ય વાતાવરણ બન્યું છે. એવામાં સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવતા કડોદરા પોલીસ, જિલ્લા એલસીબી તેમજ એસઓજીની ટિમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.