સુરતમાં પ્રેમી-પંખીડાએ લગાવી મોતની છલાંગ, કારણ જાણીને થઈ જશો ચકિત….
પ્રેમમાં હોઈ તે પ્રેમી કે પછી પ્રેમિકા એકબીજાને પામવા માટે કોઇપણ હદ વટાવી નાખતા હોય છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. સુરતના કડોદરાથી આવી જ એક બાબત સામે આવી છે. જેમાં પ્રેમી-પંખીડા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાનું ઘટના સામે આવી છે.
જાણકારી મુજબ, મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઇને આવ્યો હતો. તેમ છતાં રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ તેમને શોધવા માટે ગઈ હતી. ત્યારે તે લોકોને લાગ્યું હવે પોલીસના હાથે પકડાઈ જઈશું અને આપણે જુદા થઈ જઈશુ. તેના ભયથી આ પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના 5 માં માળેથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી.
જાણકારી મુજબ, પ્રેમી પંખીડાઓ રૂમમાં રહેલા હતા ત્યારે પોલીસ દ્વારા દરવાજો પણ ખખડાવવામાં આવ્યો હતો. દરવાજો ખખડાવ્યા બાદ સતત 5 મિનિટ સુધી પોલીસ દ્વારા ખોલવાની રાહ જોવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. ત્યારબાદ આ બંન્નેએ ફ્લેટના પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રીના બંનેના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.