South GujaratGujaratSurat

સુરતના સરથાણામાં ઢોંગી ભુવાએ ધાર્મિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, 14 લાખ રૂપિયા પણ પડાવ્યા

સુરતથી એક ઢોંગી ભુવા દ્વારા પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભુવા સામે પરિણીતા પર દુષ્કર્મ આચરી 14 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં આરોપી ભુવા ની ધરપકડ કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેનાર મહિલા ની આર્થિક સ્થિતિ નબળી રહેલી હતી. તેના લીધે તેમના દ્વારા આ ભુવા ના સંપર્ક કરવામાં આવ્યો હતો. તેના લીધે આ મહિલા સરથાણા સિલ્વર ચોક પ્રમુખ સોસાયટી માં રહેનાર કનુ નારાયણ કોરસ નામના ભુવા ના ઘરે દર્શન કરવા માટે અવારનવાર જતી હતી. તેમની સમસ્યાઓ ની વાત ભૂવાની તેમણે કરી હતી. આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપવામાં આવી હતી કે, તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડી વિધિ તમારે કરાવી પડશે.

ત્યાર બાદ ભુવા દ્વારા કહેવામાં આવ્યું કે, આ વિધિ માટે તમારે ખર્ચો કરવો પડશે. તેના લીધે ભુવા દ્વારા મહિલા પાસે 14 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. આ દરમિયાન ભૂવા દ્વારા વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. તેની સાથે મહિલાને છેતરાયાની અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા મહિલા સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાર બાદ આ મામલામાં મહિલા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ભુવા કનુ નારાયણપુરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા ભુવા કનુ નારાયણ કોરાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.