SaurashtraGujaratSurendranagar

સુરેન્દ્રનગર : સગીરા સાથે પાંચ શખ્સો આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ઘટના ભાંડો ફૂટ્યો

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ એક મામલો સુરેન્દ્રનગર ના વઢવાણ થી સામે આવ્યો છે. વઢવાણના એક વિસ્તારમાં પાંચ શખ્શો દ્વારા ૧૬ વર્ષીય સગીરા પર આઠ મહિના સુધી ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. એવામાં સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલામાં સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસ દ્વારા પાંચેય શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સગીરાના પિતાનું મૃત્યુ થતા તેની માતા એકલી મૂકીને અન્ય સ્થળ પર રહેવા ચાલી ગઈ હતી. તેના લીધે સગીરા 90 વર્ષીય દાદી સાથે રહેવા લાગી હતી. એવામાં સગીરાની એકલતાનો લાભ લઈને પાંચેય શખ્સો દ્વારા સગીરાના ઘરમાં અવારનવાર ઘૂસી આવતા અને તેના પર દુષ્કર્મ આચરતા રહેતા હતા. જ્યારે છરી બતાવી તેમજ ધમકી આપી અવાવરૂ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચરતા રહેતા હતા. એવામાં અવારનવાર દુષ્કર્મ આચરતા હોવાના લીધે સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા પરિવારજનોને આ મામલામાં જાણ થઈ હતી.

પરિવારજનો દ્વારા આ મામલામાં વઢવાણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સગીરાના સગા ફુઆ રફીક ઉર્ફે મુન્નો કેરાળીયા, અલફ્રાન મિરઝા, સમીર મલેક, શાહરૂખ મલેક અને અવેશ ચૌહાણની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેની સાથે સગીરા પર વધુ કેટલાક વધુ યુવકો દ્વારા પણ દુષ્કર્મ આચર્યું હોવાની શક્યતાને લઈને લોકોમાં ચર્ચા ઓ ચાલી રહી છે. તેની સાથે પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.