South GujaratGujaratSurat

સુરતમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાના નામે તબીબોને છેતરી કરોડોની ઠગાઈ કરનાર ઝડપાયો

સુરત શહેરથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલને લઈને મામલો સામે આવ્યો છે. તબીબો સાથે ઠગાઈ થવાનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મુકવાના નામે ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઠગાઈ આચરનાર ડોકટર હાર્દિક પટવાને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલના ડોકટર્સ સાથે ઠગાઈ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહાઠગ હાર્દિક પટવા સહિતના ત્રણ આરોપીઓ દ્વારા તબીબોને લાલચ અપાઈ હતી. જ્યારે આ આરોપી દ્વારા 12 થી વધુ ડોકટર તેની ઝાળમાં ફસાવવામાં આવ્યા હતાં. આ તબીબોને તેના લીધે 5.24 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઠગાઈમાં ડોકટર સહિત ત્રણ આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે હાલ હાર્દિક પટવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસની વધુ તપાસમાં આ આંકડો વધવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, મુખ્ય આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી દ્વારા ભેગા મળીને ઠગાઈ આચરવામાં આવી હતી. આ ત્રણેયે ભેગા મળીને 12 તબીબોને એમ્બ્યુલન્સ ખરીદી તેને કંપનીઓમાં ભાડે આપી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીના ખોટા કોન્ટ્રાક્ટ ઓર્ડર બનાવી તબીબોને બતાવી તમામ પાસેથી એમ્બ્યુલન્સ ખરીદવા માટે 5.24 કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા.