AhmedabadCongressGujaratPolitics

રાહુલ ગાંધી કેસમાં કોર્ટે કહ્યું રજાઓ પછી આપીશું ચુકાદો

મોદી સરનેમ પર ટિપ્પણીને લઈને થયેલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહત મળી શકી નથી. કેસમાં બંને પક્ષની દલીલો સાંભળીને જજે કહ્યું કે રજાઓ પૂર્ણ થયા પછી કોર્ટ જ્યારે ફરી ખુલશે ત્યાર પછી આ કેસમાં ચુકાદો સંભળાવવામાં આવશે. રાહુલ ગાંધી વતી હાઇકોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ તો કોર્ટમાં જજને ત્યાં સુધી કહ્યું કે હું આપણે વિનંતી કરું છું કે આપ આ કેસમાં કોઈ વચગાળાનો નિર્ણય કરો પરંતુ કોર્ટમાં રાહુલ ગાંધીને કોઈપણ રાહત મળી શકી નથી. હવે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ હાઈકોર્ટના નિર્ણય માટે હજુ ઓછામાં ઓછા 34 દિવસ સુધી રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં છેલ્લી સુનાવણી પૂર્ણેશ મોદીના વકીલે રાહુલ ગાંધીની પીએમ નરેન્દ્ર મોદી, વીર સાવરકર, ચોકીદાર ચોર હૈ અને રાફેલ કેસને લઈને આપેલા વિવાદિત નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો, ત્યાં આ બાજીથી રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના કેસનો હાઇકોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો.

પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, સુરતની કોર્ટે રાહુલ ગંદજીને સજા ફટકાર્યા ત્યારપછી રાહુલ ગાંધીએ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને કહે છે કે તેઓ કોઈપણ સજા ભોગવવા માટે તૈયાર છે. હું સાવરકર નહીં પણ ગાંધી છું હું ક્યારેય માફી નહીં માંગુ જેવા નિવેદનો કરી રહ્યા છે. અને બીજી બાજુ તેમના વકીલો તેમની સજા પર સ્ટે માટે કોર્ટમાં પ્રાર્થના કરી રહ્યા છે.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દલીલો કર સુબ્રહ્મણીયમ સ્વામી અને હાર્દિક પટેલના કેસનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું કે કઈ રીતે આ લોકોને તેમની સજામાંથી સ્ટે મળી ગયો હતો. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે કહ્યું કે રજાઓ પૂર્ણ થયા પછી આ કેસનો ચુકાદો આપવામાં આવશે.