રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાના માંજલપુર થી સામે આવી છે. આ ઘટના 23 જુલાઈના રોજ રાત્રીના સમયે ઘટી હતી. માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ સામે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા મહિલાને અડફેટે લેવામાં આવી હતી. તેના લીધે મહિલા રસ્તા પર પટકાતા તેને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક નાસી ગયો હતો.
ઘટનાની વાત કરીએ આ 23 જુલાઈ નાં રોજ રાત્રીના સમયે ઘટી હતી. જેમાં સ્કૂટર પર જઈ રહેલ મહિલા ઉમાં ચૌહાણને ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે આ હિટ એન્ડ રનની ઘટના ના સીસીટીવી વાયરલ થયા છે. ત્યારે આ ઘટનાને બે દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ માંજલપુર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ માંજલપુર પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત મહિલા ઉમા ચૌહાણનું નિવેદન પણ લેવામાં આવ્યું નથી.
અમદાવાદ ના ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે. તેમ છતાં માંજલપુરમાં બે દિવસ અગાઉ રાત્રીના સમયે બનેલી હિટ રન એન્ડ ની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા કાર ચાલક સામે જોઈ એક્શન લેવામાં આવી નથી.
જ્યારે આ મામલામાં મહિલા ઉમા ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘એક્ટિવા લઈને હું મારા તરફ જઈ રહી હતી. તે સમયે એક ફોર વ્હીલર વાળા દ્વારા કટ મારીને મારા એકટીવાને અથડાવવામાં આવી હતી. ત્યાર બાદ બંને કંઈપણ યાદ નથી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી હતી. તેની સાથે મહિલા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, આ વિસ્તારમાં ખાણીપીણીની દુકાન આવેલી હોવાના લીધે રાત્રીના ભારે ભીડ રહેલી હોય છે. આ કાર ચાલકને પકડવામાં આવે કેમકે મારી જગ્યાએ કોઈ બીજું પણ હોઈ શકે છે. જ્યારે કાર ચાલકનો પોતાની ગાડી પર જ કાબુ રહેલો નહોતો.