India

આ શાળામાં બાળકોને આપવામાં આવે છે મોબાઈલ ચોરી કરવાની તાલીમ… દરેક મોબાઇલની ચોરી પર આપવામાં આવે છે આટલા રૂપિયા

જે રીતે લોકો મોબાઇલ નો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે તે જ પ્રમાણમાં મોબાઇલની ચોરીની ઘટનાઓ પણ વધવા લાગી છે. ભીડભાળ વાળી જગ્યાઓમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટના વધારે જોવા મળે છે. તાજેતરમાં જ પોલીસે એક આવાજ ગ્રુપને પકડ્યું છે.

આ ગ્રુપ નાના બાળકોને ચોરી કરતા શીખવાડે છે અને તેના માટે શાળા પણ ખોલી રાખી છે. જ્યારે પોલીસે ગ્રુપના લોકોની ધરપકડ કરી તો કેટલાક મોટા ચોકાવનારા ખુલાસા થયા.

ઝારખંડના સાહેબ ગંજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ જ રીતે બાળકોને ચોરી કરતા શીખવાડવામાં આવે છે. અહીંના ગરીબ અને આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા લોકો બાળકોને મોબાઇલ ચોરી કરવાની તાલીમ આપે છે. ત્યાર પછી તેમને મોટા શહેરોમાં મોબાઇલ ચોરી કરવા માટે મોકલવામાં આવે છે. આ બધું જ કામ એક લીડરની અંતર્ગત થાય છે. જ્યારે બાળકો મોબાઇલ ચોરી કરે છે ત્યારે આ ગ્રુપના લોકો આસપાસ ઉભા હોય છે અને તેમના ઉપર નજર રાખે છે.

પોલીસે જે ચાર બાળકોને પકડ્યા હતા તેમની પાસેથી 43 ચોરીના મોબાઈલ મળ્યા હતા. 17 વર્ષના એક બાળકે ખુલાસો કર્યો કે 2020 માં પણ તેણે મોબાઈલ ચોરી કરી હતી અને એ પકડાયો હતો. ત્યાર પછી તેને ચાર મહિના માટે બિહારની બક્ષર જેલમાં મૂકવામાં આવ્યો અને તે છૂટી ગયો. આ સિવાય અન્ય બાળકો પણ હતા જેની ઉંમર 11 વર્ષ કે તેનાથી પણ નાની હોય.

બાળકે પોલીસને જણાવ્યું કે તેમને દિવસના આઠથી દસ મોબાઇલ ચોરી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. મોબાઇલની બ્રાન્ડ અને તેના હેન્ડસેટ ની હાલત જોઈને તેને દર મોબાઈલ દીઠ 1000 થી 2000 રૂપિયા આપવામાં આવે છે. સૌથી ચિંતા ની વાત તો એ છે કે આ કામ બાળકો તેના માતા-પિતાની મંજૂરી સાથે કરે છે. આ આ કામ માટે સાહેબ ગંજ જિલ્લાના નાના નાના ગામના લોકો પોતાના બાળકોને શહેરમાં મોકલે છે.