GujaratJunagadhSaurashtra

આ ગામમાં પૈસા નહિ પણ પાણી માટે મુકાયું ATM મશીન, કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

આપણે બધા જાણીએ જ છીએ પાણીનું ખુબ જ મહત્વ રહેલું છે અને તે ચોખ્ખું મળવું પણ જરૂરી છે. તેના માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. એવામાં આજે અમે એવા એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ ત્યાના લોકોને પાણી ચોખ્ખું મળી રહે તે માટે પાણીનું એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે. આ ગામ ગીર સોમનાથ જીલ્લામાં આવેલ હરણાસા છે.

પાણીનું એટીએમ મશીન ખારા પાણીને ચોખ્ખુ કરી મીઠુ બનાવે છે અને માત્ર એક જ રૂપિયામાં એક લિટર જેટલું પાણી મળી જાય છે. તેના સિવાય આ મશીનમાં જો પાંચ રૂપિયા નાંખવામાં આવે તો દસ લિટર જેટલું પીવાનું ચોખ્ખુ પાણી મળી જાય છે. હરસાણા ગામ દરિયા કિનારે આવેલ છે. તેના લીધે અહીં કોઈ મીઠા પાણીનો સ્ત્રોત રહેલો નથી. તેને લઈને સરકારની મદદથી સામાન્ય ભાવમાં ગામ લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગામ સૂત્રાપાડા તાલુકામાં આવેલ છે. ગામમાં ક્યાંય પણ શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહેલ નથી. ત્યારે ખેતી માટે પણ ભૂગર્ભ જળનો ઉપયોગ કરાય છે.

તેની સાથે આ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા રહેલી છે. ગ્રામજનો દ્વારા વર્ષોથી અન્ય જગ્યાએથી પીવાનું પાણી ભરીને લાવવામાં આવતું હતું. આ સિવાય આર. ઓ. ના કેરબા પણ લોકો દ્વારા મંગાવવામાં આવ્યા હતા. કેરબાનાં ભાવની વાત કરીએ તો લોકોને એક કેરબા માટે ૩૦ રૂપિયા ચુકવવા પડતા હતા. તેના લીધે આ પૈસા દરેક વ્યક્તિને પોષાય તેમ નહોતા. તેના લીધે લોકો દૂર-દૂરથી પાણીની વ્યવસ્થા કરતા રહેતા હતા.

એવામાં હવે સરકારના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા હરસાણ ગામમાં પાણીનું મશીન લગાવી દેવામાં આવ્યું છે. એક કલાકમાં આ મશીન દ્વારા 800 થી 1000 લિટર મિનરલ વોટર આપવામાં આવે છે. સૂત્રાપાડાના હરણાસા ગામમાં રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલ વોટર એટીએમ મશીન દ્વારા લોકોને શુદ્ધ મિનરલ વોટર મળી રહે છે. એવામાં આ ગામ હવે ચર્ચાનું વિષય બની ગયું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે