સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે 28 એપ્રિલે જાહેર થઈ રહ્યા છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. કુલ 10,005 બેઠકોમાંથી 732 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. પ્રારંભિક ટ્રેન્ડ મુજબ Bharatiya Janata Party ભવ્ય જીત તરફ આગળ વધી રહી છે, જોકે કેટલીક જગ્યાએ તેને નુકસાન પણ જોવા મળી રહ્યું છે.
આ ચૂંટણીને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. જે પક્ષ સૌથી વધુ પાલિકા અને પંચાયતોમાં જીત મેળવશે, તેની માટે સત્તા સુધીનો માર્ગ વધુ સરળ બની શકે છે. બીજી તરફ, Indian National Congress અને Aam Aadmi Party માટે 2021ના પરિણામોને પુનરાવર્તિત કરવું માત્ર પડકાર નહીં, પરંતુ અસ્તિત્વનો સવાલ બની રહ્યો છે.
લોક્સાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરીની હાર થઈ છે. લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરનો કારમો પરાજય થયો છે. તેની સામે કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે.