વેરાવળના શાપરમાં પ્રેમીએ જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…
વેરાવળનાં શાપરમાં ગત શનિવારના બનેલી હત્યાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. પતિને છોડી પ્રેમી સાથે રહેનાર મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની પરિણીતાને તેના જ પ્રેમી દ્વારા મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પ્રેમી દ્વારા લાશ લાશ થાંભલે લટકાવી દેવામાં આવી હતી. મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામમાં ઘરે આવતા યુવક સાથે પરિણીતાને પ્રેમ સંબંધ બંધાયો હતો. તેના લીધે પરિણીતા દ્વારા પતિને છૂટાછેડા આપી પ્રેમી યુવક સાથે નાસીને શાપરમાં રહેવા લાગી હતી. એવામાં પ્રેમી ને પ્રેમિકા પર ચારિત્રની શંકા જતા પ્રેમિકાને પથ્થરના ઘા મારી ને મોત ઘાટ ઉતારી નાખી હતી.
આ ઘટનાને લઈને પોલીસની જાણકારી મુજબ શાપર વેરાવળમાં આવેલા કારખાના વિસ્તારમાં પ્રેમી મયુર ગિરધરભાઈ સીરવાડિયા સાથે રહેનાર મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની વતની જાગૃતીબેન નામની યુવતીનો મૃતદેહ થાંભલામાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ શાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણકારી મળી હતી કે, પ્રેમી મયુર શિરવાડીયા દ્વારા જ પ્રેમિકા જાગૃતિબેનને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને થાંભલે લટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ શાપર પોલીસ દ્વારા હત્યારા પ્રેમી મયુર શિરવાડીયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ મામલામાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેમને સંતાનમાં બે પુત્રી રહેલા છે. જેમાં જાગૃતિ મોટી છે જ્યારે કિરણ માનસિક બીમાર હોવાથી તેમની સાથે જ રહી હતી. જ્યારે જાગૃતીના ઝીંઝુડા ગામના સતીષ સાથે લગ્ન થયેલા હતા. આ દંપતિય જીવન દરમિયાન એક પુત્રીનો તેને જન્મ થયો હતો. ત્યાર બાદ જાગૃતિ ના ઘરે આવતા આરોપી મયુર સાથે પ્રેમ સંબંધ બંધાતા જાગૃતિબેન દ્વારા પતિ સતીષ સાથે છૂટાછેડા લઈને પુત્રી નો કબજો પતિને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મયુર સાથે ભાગીને જાગૃતિબેને લગ્ન કરી લીધા હતા. લગ્ન કરીને પ્રથમ મેંદરડા અને ત્યાર બાદ શાપર રહેવા માટે આવી ગયા હતા. જયારે શાપરમાં રહી મજૂરી કામ કરી રહ્યા હતા. મયુર દ્વારા અવાર નવાર જાગૃતિ સાથે તેના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા કરી ઝઘડો કરવામાં આવતો હોવાની વાત તેમના દ્વારા તેમની માતા મધુબેનને પણ કરવામાં આવી હતી. એવા ગત શનિવાર રાત્રીના મયુર અને જાગૃતિ વચ્ચે આ બાબતમાં ઝઘડો થતા મયુર દ્વારા ગુસ્સા આવીને જાગૃતિના માથામાં પથ્થરો ના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશને થાંભલે ચડાવી દીધી હતી.
તેમ છતાં આ મામલામાં શાપર પોલીસના પીઆઇ રાજદિપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા થોડા સમયમાં હત્યારા પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે મૃતક જાગૃતિબેનના વંથલી તાલુકાના નવાગામ રહેનાર પરિવારનો આ મામલામાં જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા પરિવાર રાત્રીના જ શાપર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો હતો. જ્યારે જાગૃતિબેનના મોતના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.