GujaratRajkotSaurashtra

વીરપુરમાં અજાણ્યો શખ્સ પરિણીતાની હત્યા કરીને થયો ફરાર

રાજ્યમાં સતત હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના રાજકોટથી શહેરથી સામે આવી છે. રાજકોટના વીરપુર માં ધોળા દિવસે પરણીત મહિલા ની અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે. મજૂરી કામ કરનાર પરણીત મહિલા ખેતરમાંથી પસાર થઈ રહી તે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ,  જેતપુર તાલુકાના જલારામ વીરપુર માં રહેનાર કંચનબેન ચાવડા નામની પરણીત મહિલા જેતપુરમાં આવેલ એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા. એવામાં તે કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જવા માટે જલારામ નગરના રસ્તા પર આવનાર ખેતર તરફ થી જઈ રહ્યા તા. તે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા કંચનબેન પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હત્યા કરીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો.
તેની સાથે મહિલાની હત્યા ની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. વિરપુર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ત્યારબાદ વિરપુર પોલીસ દ્વારા નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં એ તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ મહિલા ની આખરે હત્યા કોને કરી છે તેને લઈને તપાસ શરુ કરી છે.