healthIndia

દેશમાં વધ્યો કોરોનાનો કહેર, દેશમાં નોંધાયા આજે રેકોર્ડબ્રેક કેસ, ચિંતા વધી

દેશમાં સતત કોરોના કહેર વધતો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા દિવસોથી રેકોર્ડ ગતિ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જ્યારે આજે પણ ૩ લાખથી ઉપર કેસ સામે આવ્યા છે. કોરોનાની ત્રીજી વેવ દેશ માટે ભયંકર બનતી હોય તેમ જોવા મળી રહી છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,33,533 નવા કેસ સામે છે. જ્યારે એક સારી વાત એ પણ રહી છે કે, છેલ્લા 24 કલાકમાં 2,59,168 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે.

પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં 525 દર્દીઓના મોત પણ નીપજ્યા છે. તેની સાથે કોરોનાથી સંક્રમિત થવાનો આંકડાની સંખ્યા વધીને 3,92,37264 પહોંચી ગઈ છે. જ્યારે મુત્યુનો આંકડો 4,89,409 પહોંચી ગયો છે. તેની સાથે દેશમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ 21,87,205 એક્ટીવ કેસ રેહલ છે. જયારે દેશમાં રિકવરી રેટ ઘટીને 93.18 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી સાજા થવાનો આંકડો 3,65,60650 પહોંચ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, છેલ્લા 24 કલાકમાં, દિલ્હીમાં 11,486, મુંબઈમાં 3568, કોલકાતામાં 1489, બેંગ્લોરમાં 17266, ચેન્નાઈમાં 6452 કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ બધા કરતા સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 23150 કેસ સામે આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 18,75,533 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં કુલ 71,55,20,580 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં રવિવારે કેરળના કોટ્ટયમમાં લોકડાઉન ચાલુ છે, જે દરમિયાન પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓની મંજૂરી છે.