India

મુંબઈ 2050 સુધીમાં દરિયામાં ગરકાવ થઈ જશે, ચોંકાવનરા રિસર્ચમાં તારણ આવ્યું સામે

ભારત માટે એક ચિંતાનો વિષય સામે આયો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભવિષ્યમાં હયાત નહી હોય તેવા તારણો સામે આવ્યા છે.સંશોધન મુજબ સમુદ્રની વધતી જળસપાટીના કરાણે 2050 સુધીમાં પૂર્વના દેશો પર આફત આવી શકે છે.ભારતની આર્થિક રાજધાની મુંબઈ સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ લેખકોએ સેટેલાઈટ રીડિંગના આધારે જમીનની ઊંચાઈની ગણનાની એક રીત વિકસીત કરી છે જે મોટા ક્ષેત્રો પર દરિયાના સ્તરની અસરના આંકલનનો એક માપદંડ છે.

નવા સંશોધન અનુસાર લગભગ 150 મિલિયન લોકો એવી જગ્યાએ રહે છે જે મધ્ય સદી સુદી હાઈ ટાઈડથી નીચે હશે.ભારતની આર્થિક રાજધાની મુંબઈ સંપૂર્ણ પણે ખતમ થઈ જશે એવા તારણ સામે આવ્યા છે. નીચાળવાળા વિસ્તારોને સૌથી વધારે જોખમ છે. આ પહેલા પણ અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈને ખતરો છે અને મુંબઈ શહેર દરમિયામાં ગરકાવ થઈ શકે.

વિયેતનામનો પણ મોટો વિસ્તાર દરિયામાં ગરકાવ થઈ જશે.વિયેતનામનું ઈકોનોમિક સેન્ટર મચ ઓફ હો ચિ મિન્હ શહેર ખતમ થઈ જશે. થાઈલેન્ડમાં 10 ટકા નાગરિકો એવા વિસ્તારમાં રહી રહ્યા છે જે 2050 સુધી પાણીમાં ગરકાવ થઇ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી આવનારા પૂરના કારણે ખેડૂતો જમીન ગુમાવી શકે છે.