Ajab GajabIndia

જાણવા જેવું: આપણાં દેશના આ મંદિરમાં ચોરી કરીને દંપત્તિને મળે છે પુત્ર સંતાન

આપણાં દેશમાં ઘણા બધા દેવી, દેવતાઓના મંદિર છે તે બધાની કોઈને કોઈ માન્યતાઓ અને તેની અલગ અલગ કહનીઓ પણ છે. ભક્તો માતાના દરબારમાં પોતાની માનતાઓ લઈને આવતા હોય છે. કેમ કે તેમને ભરોસો હોય છે કે માતા તેના બધા દુખ દૂર કરી દેશે. આજે અમે તમને દેવભૂમિના નામથી આખી દુનિયામાં પ્રસિધ્ધ ઉત્તરાખંડ વિષે જણાવી રહ્યા છે. અહિયાં એક ચમત્કારિક મંદિર છે. ઉત્તરાખંડ એક એવી જગ્યા છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ જગ્યાએ ધામના દર્શન કરવા માટે લોકો વિદેશથી આવતા હોય છે. આ દુનિયામાં દરેક વ્યક્તિની અલગ અલગ જરૂરિયાત હોય છે. અને બધા પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વિચારતા હોય છે.

અને પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે, બધા લોકો પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદરપૂર્વક પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે મંદિરે આવે છે. કેટલીક બાબતો લગભગ તમામ ધર્મોમાં સામાન્ય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું મંદિર છે, જ્યાં જૂની પરંપરા વિશે જાણીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ચુડિયાલા ગામમાં સિદ્ધપીઠ ચૂડામણિ દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરની એવી માન્યતા છે જે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય.

આપણે બધા મંદિર જઈએ છે ફક્ત પૂજા પાઠ કરવા માટે પણ લોકો મંદિરમાં આવતા જતાં હોય છે, તેમની પોતાની મનોકામના પૂરી કરવા માટે પહેલા ચોરી કરવી પડતી હોય છે. આ સાંભળીને ભલે તમને વિશ્વાસ ના થાય પણ આ ખરેખર હકીકત છે. આ મંદિરની એવી માન્યતા છે તેની પાછળ એક રસપ્રદ કહાની છે. જાણકારી પ્રમાણે આ મંદિરનું નિર્માણ લંઢોરા રિયાસતના રાજા દ્વારા 1805 માં કરાવવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે એકવાર રાજા જંગલમાં શિકાર કરવા ગયા, ત્યાં તેમને ત્યાં માતાની પિંડીના દર્શન થાય છે. રાજા પિંડીને જોઈને પોતાના ઘરે લઈ આવે છે. અને ઘરમાં માતાની પિંડીની પૂજા કરે છે. રાજાને કોઈ દીકરો હતો નહીં. રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે માતાને પ્રાર્થના કરી. માતાએ રજની પ્રાર્થના સાંભળી લીધી અને તેમને દીકરાની પ્રાપ્તિ થઈ. પુત્ર પ્રાપ્તિ પછી રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું.

અને ત્યારથી આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે અને આ મંદિરમાં લાંબા સમયથી ચોરીની પરંપરા છે. આ મંદિરમાં દરેક ખૂણેથી લોકો પુત્રની ઈચ્છા સાથે આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે જો તમારે પણ પુત્ર જોઈતો હોય તો તમારે માતાના ચરણોમાં રાખેલી ઢીંગલી ચોરી કરીને લઈ જવી પડશે. આમ કરવાથી પુત્ર ધનની પ્રાપ્તિ થાય છે. આ જૂની પરંપરાને કારણે આજે આ મંદિરમાં ભક્તોનો મેળો ભરાય છે.