ભારતીય કરન્સીમાં છાપો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની ફોટો… કેજરીવાલે ફેક્યો હિંદુત્વનો પાસો
રાજકારણમાં લોકોના મત મેળવવા માટે નેતા અને રાજનૈતિક પાર્ટીઓ અલગ અલગ પ્રકારના દાવપેચ રમતા હોય છે. ભારતની વાત કરીએ તો અહીં ધર્મના નામે રાજનીતિ સૌથી વધારે થાય છે. નેતાઓ ધર્મના નામે અને ભજન કીર્તન ના નામે ભોલી ભાલી જનતાને મત માટે પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે.
તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ રાજનીતિમાં આગળ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જે ઘર પહેલા સેક્યુલર હતા તે હવે રાજકારણમાં આવીને ધર્મ સાથે જોડાયેલી વાતો કરવા લાગ્યા છે. ડિસેમ્બર 2022 માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કેજરીવલની આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી પર નજર લગાવીને બેઠી હતી. તેઓ પણ લોકોના મત મેળવવા માંગતા હતા તેથી તેમણે પણ હિન્દુત્વ વાળી વાત કહી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે મોદી સરકાર સામે અનોખી માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય કરન્સી પર માતા લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર છપાવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાનને અપીલ કરે છે કે ભારતીય મુદ્રા ઉપર એક તરફ ગાંધીજીની તસ્વીર અને બીજી તરફ ગણેશ છે તેમજ લક્ષ્મીજીની તસવીરો લગાવે. તેનાથી આપણને દેવી-દેવતાઓના આશીર્વાદ મળશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જરૂરી નથી કે બધી નોટ બદલી દેવામાં આવે પરંતુ જે નવી નોટ છાપવામાં આવે તેમાં ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાડે. તેમણે એવું પણ લખ્યું હતું કે આ માંગને લઈને તેઓ વડાપ્રધાનને પત્ર લખશે. સાથે જ તેમણે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું હતું. તમને કહ્યું હતું કે ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અહીં માત્ર બે ટકા હિન્દુ રહે છે પરંતુ ત્યાંની નોટ ઉપર સરકારે ગણેશજીની તસ્વીર મૂકી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય છે અને કેન્દ્ર સરકારે પણ આવું કરવું જોઈએ તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થશે.