News

ડોક્ટર પિતા 300 કિમી દૂર ફરજ બજાવી રહયા હતા, ઘરે 15 મહિનાની પુત્રી નું થયું અવસાન

દેશ અત્યારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ડોકટરો પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીઓના જીવ બચાવી રહ્યા છે.ડોક્ટરો ને હાલ ઘરે જવાની પણ મંજૂરી નથી એટલે તેમને ઘરથી દૂર જ રહેવું પડે છે. ઈન્દોરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરની 15 મહિનાની પુત્રીનું અવસાન થયું છે. ડો.સાહેબે પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા છતાં તે પોતાની ફરજ બજાવતા રહ્યા।..

હોશંગાબાદના સાંડિયા ખાતે તબીબ દેવેન્દ્ર મેહરાને એક સપ્તાહ પહેલા કટોકટીની પરિસ્થિતિમાં ઇન્દોર મોકલવામાં આવ્યા હતા. ડોક્ટર મેહરા માટે ઈંદોર જવું એટલું સરળ નહોતું કારણ કે તે તેની 15 મહિનાની મળી પુત્રીની સંભાળ રાખતો હતો. પરંતુ કોરોના ને કારણે તેને ઇન્દોર જવું પડ્યું હતું.

થયું એવું કે ડોક્ટર પિતા પોતાની ફરજ બજાવવા 300 કિલોમીટર દૂર ગયા અને પોતાની વ્હાલસોયી દીકરી જીવન સામેનો જંગ હારી ગઈ.દીકરીના મોતથી માતા પણ આઘાતમાં સરી પડી હતી. પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્તબ્ધ ડોક્ટર મેહરા દર્દીઓને તપાસી રહ્યા હતા. ત્યારે તેમને ઘરે જવાનું ન વિચાર્યું અને અધિકારીઓને કહ્યું કે દીકરી તો જતી રહી હવે ઈંદૌરને મારી જરૂર છે.

આ સાંભળ્યા બાદ અધિકારીઓને પણ સંવેદના દાખવીને ડોક્ટર મહેરાને ઇન્દોરથી હોશંગાબાદ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી. હોશંગાબાદ પહોંચેલા ડો.મહેરાએ કહ્યું કે હવે અમે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ તે તમે સમજી શકશો. પુત્રીના વિદાય અને કોવિડને કારણે દેશની પરિસ્થિતિ બંને પીડાદાયક છે.