2 વર્ષથી 1 મેચમાં પણ ન મળી તક, પરત ફરતા ઈશાંત શર્મા બન્યો ‘મેન ઓફ ધ મેચ’- કહ્યું કે ‘હું મારા સમયની રાહ જોઈ રહ્યો હતો’
દિલ્હી કેપિટલ્સની ટીમે ગુરુવારે આ સિઝનની પ્રથમ મેચ જીતી હતી. ટીમે પ્રથમ પાંચ મેચ હાર્યા બાદ દિલ્હી સામે પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. દિલ્હીએ ઓછા સ્કોરિંગ મુકાબલામાં KKRને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં દિલ્હીના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેણે પહેલા KKR ટીમને 127 રનના સ્કોર પર રોકી હતી.
મેચમાં દિલ્હી તરફથી બધાએ સારી બોલિંગ કરી હતી. આ મેચમાં દિલ્હી તરફથી ચાર વર્ષ બાદ IPLમાં વાપસી કરી રહેલા ઈશાંત શર્મા (Ishant Sharma) એ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેના પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે સુનીલ નારાયણ અને સુકાની નીતિશ રાણાની મહત્વની વિકેટો મેળવી હતી.
ઈશાંત (Ishant Sharma) ને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. હું તેનાથી વધુ કંઈ વિચારતો ન હતો. અમે અમારી યોજના વિશે વાત કરી અને તે મુજબ બોલિંગ કરી રહ્યા હતા. અહીંથી અમે દરેક મેચ જીતવા માંગીએ છીએ. પ્લેઓફમાં પહોંચીને આ ટાઇટલ પણ જીતવા માંગે છે.
આ પણ વાંચો: Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ પૈસા વિશે કહ્યું આટલું, આ કામ કરશો તો ધનવાન જ રહેશો
આ પણ વાંચો: લુપ્ત થતી દેશી કેરીની જાતને બચાવવા માટે આ ઉદ્યોગપતિએ કરી અનોખી પહેલ
મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની પીચ બોલરોને મદદરૂપ હતી. જેનો દિલ્હીના બોલરોએ શરૂઆતથી જ ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તેને પાવરપ્લેમાં જ 3 મહત્વની વિકેટ મળી હતી. આ પછી પણ KKR ટીમને વાપસીની તક આપવામાં આવી ન હતી.
દિલ્હીના બોલરો સતત વિકેટો લેતા રહ્યા, જેના કારણે KKRની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ. દિલ્હી તરફથી એનરિચ નાખિયા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 વિકેટો લીધી હતી. આ જ મુકેશ કુમારને એક વિકેટ મળી હતી. આ મેચમાં માત્ર મિશેલ માર્શ જ કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.