AhmedabadGujarat

ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટ રૂમમાં જવા માટે જગ્યા પણ નહોતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરાયેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરાયો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક સુધી દલીલોનો દોર શરુ થયો હતો. પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરવામાં આવી હતી કે, તપાસ માટે પુરતો સમયે મળેલ નથી. ગાડીમાં હાજર લોકોની પણ તપાસની જરૂરી છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ કરવી જરૂરી રહેલ છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો હતો તે બાબતમાં તપાસ થવી જરૂરી છે.

આરોપીના વકીલ નિસાર વૈદ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICU માં રહેલો હતો. તેની પર મીડિયા ટ્રાયલ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળા દ્વારા આરોપીને માર મારવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા. મારનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોવી જોઈએ. આરોપીનાં માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટનાસ્થળ પર આવી ગયા હતા. તેના પાછળ પોલિટિકલ મોટિવ રહેલ છે.

આ મામલામાં બચાવપક્ષના વકીલ દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું કે, રાત્રીના 12.30 વાગ્યે આ ઘટના બની હતી. ત્યાં એક એક્સિડન્ટ પહેલાંથી થયેલો હતો. પોલીસ દ્વારા ડાઇવર્ઝન કે બેરિકેડ્સ મુકવામાં આવ્યા નહોતા. ફરિયાદ મુજબ આરોપી દ્વારા હોસ્પિટલમાં ટાઈમ પાસ કરવામાં આવ્યો હતો. ચાર કલાક જે સારવાર થઈ તે વિશે ડોક્ટરને પૂછવું જોયતું હતું. જેગુઆર કારની તપાસમાં આરોપીની હાજરીની જરૂર નથી. આ કાવતરુ કે મર્ડર રહેલ નથી. કારમાં કોણ-કોણ હતું તે લોકો તો સામેથી હાજર થઈ ગયા છે. તથ્ય સાથેના 5 લોકો પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. જ્યારે તમામના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

આરોપી તથ્યનો બચાવ કરતા તેના વકીલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપી સમગ્ર રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે કહી ના શકે. આરોપી કહે છે કે, 20 ની સ્પીડે ચાલતી હતી તો તે કોર્ટ માનશે? તેના માટે FSLની ટીમ રહેલ છે. પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં, ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આવી સત્તા પોલીસ પાસે રહેલ નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? મોબાઈલ ફોન પોલીસ પાસે રહેલા છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લે. રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂરીયાત નથી. જેગુઆર ગાડીમાં GPS લાગેલ હોય છે. કંપની પાસે માહિતી માગતા તે પણ પ્રાપ્ત થઈ જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મગાવી શકાય છે. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારો રેકોર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુનો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં પણ રહેલ હોય છે. આરોપી યુટ્યૂબર અને કમ્પોસર તેમજ સિંગર પણ રહેલ છે.

તેની સાથે આ અકસ્માત બાદ લોકો દ્વારા જેગુઆર કારચાલક તથ્ય પટેલને માર મારવામાં આવતો હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. એવામાં ત્યાર બાદ તથ્ય પટેલનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ વાનમાં ચડવાનાં પગથિયાં પર બેસતો જોવા મળે છે. ત્યાર બાદ લોકો દ્વારા તેને પૂછવામાં આવી રહ્યું છે કે, તું સાચું બોલ તારી કાર સ્પીડમાં હતી. તું સાચું બોલ, ત્યાર બાદ તથ્યે જણાવ્યું કે, મારી કાર 120 પર રહેલી હતી. તેના લીધે એક વ્યક્તિ બોલે છે કે તને દેખાયું નહોતું. તેના પર તથ્યે જણાવ્યું કે, મને દેખાયું નહોતું નહીંતર હું બ્રેક ના મારું.

તેની સાથે આ વીડિયો સામે આવ્યા બાદ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે. આ વીડિયોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત નો આરોપી તથ્ય પટેલ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં પણ આવતા જોવા મળ્યો હતો. તેના ચહેરા પર જરા પણ અફસોસ જોવા મળ્યો નહોતો. બાપ-દીકરા બંને એક જ જગ્યાએ હાજર રહ્યા હતા. બંને ગુનેગાર જેવી માનસિકતા ધરાવી રહ્યા હતા.

નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર બુધવાર ની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના કરૂણ મોત થયા હતાં. અકસ્માત થયા બાદ અકસ્માત ના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં લોકો ફંગોળતા જોવા મળ્યા હતા. તેની સાથે રસ્તા પર કારના બોનેટ પર લાશો પડેલી જોવા મળી હતી. આ બધાની વચ્ચે આરોપી તથ્ય પટેલ ને તેનો પિતા પ્રજ્ઞેશ આવીને લઈને ચાલ્યો જતા પણ જોવા મળ્યો હતો. પોતે પોતાના પુત્રની ભૂલ કહેવાના બદલે તે બિન્દાસ આવે છે અને તેને લઈને ચાલ્યો જાય છે. તેની સાથે તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ પણ રહેલી હતી. તથ્ય પટેલ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠેલી હતી.