AhmedabadGujarat

ઇસ્કોન અકસ્માત : તથ્ય પટેલની બહેનપણી દારૂની પાર્ટીમાં મસ્ત

ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતનો આરોપી તથ્ય પટેલ રહેલ છે. જ્યારે આ અકસ્માત સર્જાયો હતો તે સમયે તેની કારમાં તેના અન્ય મિત્રો પણ રહેલા હતા. તે દરમિયાન કારમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ રહેલ હતા. એવામાં હવે તથ્ય પટેલના મિત્રોને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતી માલવિકા દ્વારા પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવતા અનેક સવાલો ઉભા થાય છે. એવામાં તથ્યની ફ્રેન્ડ માલવિકા પટેલનો એક પાર્ટી કરતાનો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્યની મિત્ર માલવિકા પટેલનો એક પાર્ટી કરતાનો વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, દારૂનો ગ્લાસ પકડી પાર્ટી કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તથ્ય અને તેના મિત્રોને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તે તેના મિત્રો સાથે ગ્લાસથી ચેસ કરતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અકસ્માત સર્જ્યા બાદ તથ્ય સાથે ગાડીમાં સવાર તેના તમામ મિત્રો ભાગી ગયા હતા. આ તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડી ના અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તથ્ય પટેલને માર મારવામાં આવ્યો હતો. તે સમયનો તથ્યનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો જોવા મળ્યો હતો. ગાડીની 120 ની સ્પીડ પર રહેલી હતી. અરે મારા ભાઈ સાચે જ દેખાયું નહોતું. દેખાયું હોત તો બ્રેક ના મારત.. જ્યારે હવે FSL નો રિપોર્ટ સામે આવી ગયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ ની સ્પીડ પર હોવાનો FSL  રિપોર્ટમાં જાણકારી સામે આવી છે.  આ સિવાય કોર્ટમાં દ્વારા તથ્ય પટેલના 24 જુલાઈની સાંજે ચાર કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.  હવે તથ્યને સાબરમતી જેલમાં રખાશે. ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલના પિતાને પણ જેલ ભેગા કરી દેવાયા છે.