ઇસ્કોન અકસ્માત: તથ્ય સાથે કારમાં બેઠેલી યુવતીએ કર્યો મોટો ખુલાસો, મે તથ્ય ને કહ્યું હતું કે…

ઈસ્કોન ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ કાર ચલાવી રહ્યો હતો તે સમયે તેના અન્ય મિત્રો પણ રહેલા હતા. જેમાં ત્રણ યુવતી પણ રહેલી હતી. રાત્રીના શું બન્યું તેને લઈને પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવામાં એક યુવતી દ્વારા તથ્ય વિશે જણાવવામાં આવ્યું હતું કે, મેં તેને કાર ધીમી ચલાવવા માટેનું કહ્યું હતું. પરંતુ તે માન્યો નહોતો અને કારની સ્પીડ વધારતો જ રહ્યો હતો. કારની સ્પીડ 100 થી વધુ થઈ ગઈ હતી અને ત્યાર બાદ કારનો અકસ્માત સર્જાયો હતો. અમને કશું પણ ખબર પડી નહીં અને આજુબાજુમાં લોકો ભેગ થઈ ગયા હતા. ત્યાર બાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈને ચાલ્યો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ મામલામાં આરોપી તથ્યની રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ તથ્ય સાથે પકડાયેલાં મિત્રોની હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ટ્રાફિકના અલગ અલગ અધિકારીઓ દ્વારા પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેની સાથે એક મહિલા દ્વારા યુવતી સાથે પૂછપરછ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલ મોડી રાત્રીના રિકન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ 10 જ મિનિટ ચાલેલુ આ રિકન્સ્ટ્રક્શન કેવી રીતે કરવું તે પણ એક અધિકારીને જાણ નહોતી. ત્યાર બાદ અન્ય અધિકારી દ્વારા તેમને મદદ કરી ત્યારે 10 મિનિટમાં રિકન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવ્યું હતું. તેની સાથે 10 કલાક સુધી તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી પરંતુ નિવેદનો પૂર્ણ થયા નહોતા.

તપાસ સાથે જોડાયેલ એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તપાસની પ્રક્રિયા હજુ ચાલી રહી છે પરંતુ એક યુવતી દ્વરા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, રાત્રે જ્યારે કાફેથી નીકળ્યા ત્યારે તથ્ય ફૂલઝડપે કાર ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં એક છોકરી બેઠેલી હતી ત્યારે બીજાં મિત્રો પાછળ બેઠેલા હતા. જ્યારે કારમાં ત્રણ યુવક, જેમાં તથ્ય પણ સામેલ હતો. તેની સાથે ત્રણ યુવતી પણ રહેલી હતી. કાર ધીમે ધીમે કર્ણાવતી ક્લબથી સતત આગળ વધી રહી હતી. ત્યારે કારની સ્પીડ વધવા લાગી અને કારમાં બેઠેલી એક છોકરી દ્વારા કહેવામાં તથ્ય, કાર ધીમી ચલાવ, પરંતુ તે કોઈનું સમજ્યો નહિ અને કારની સ્પીડ વધીને 100 ઉપર ચલાઈ ગઈ અને થોડા જ સમયમાં કારનો અકસ્માત સર્જાયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડવા લાગ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈને ચાલ્યું ગયું હતું. ત્યાર બાદ શું થયું તેની મને કાય ખબર નથી.

અકસ્માત સર્જાયો તે પહેલા કારની અંદર બેઠેલા ત્રણ યુવક-યુવતી રહેલા હતા તેમાં તથ્ય સિવાયના તમામ લોકો કાફેમાં બેઠેલા હતાં. મોહમ્મદપુરા રોડ પર આવેલા કાફેમાં તમામ બેઠા હોવાના લીધે પહોંચ્યો હતો અને બધા મિત્રો કારમાં  બેસી ગયાં હતાં. બધાં કારની અંદર 20 થી 25 મિનિટ બેઠા બાદ તથ્ય ત્યાંથી નીકળ્યો અને કર્ણાવતી ક્લબ થઈને ટ્રાન્સફર ક્લબ તરફ આગળ ગયો હતો.