GujaratSouth GujaratSurat

કોલગર્લ સાથે હળવાશની પળો માણવાના ચક્કરમાં યુવક સાથે થયું એવું કે…

Surat: સુરત શહેર ખાતે આવેલ ઉધના મગદલા રોડ પર વસવાટ કરતા અને ડાયમંડ એક કંપનીના મેનેજર એવા એક યુવકને કોલગર્લ સાથે સાથે સહવાસ કરવાના ચક્કરમાં રૂપિયા 1.73 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કોલ ગર્લ પૂરી પાડવાના નામે યુવકને ઠગનારની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેર ખાતે આવેલ ઉધના મગદલા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતો ચિન્મય નામનો યુવક એક ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. નવેમ્બર મહિનામાં તે સાંજના સમયે ઉધના દરવાજા પાસે ઉભો હતો ત્યારે તેને હળવાશ માણવાની ઈચ્છા થતા તેણે ઓનલાઈન એક હોટલ સર્ચ કરી હતી. જેમાં મળેલા નંબર પર તેણે કોલ કર્યો અને રૂમ તેમજ છોકરીના બુકીંગ માટે કહ્યું હતું.

કોલ રીસીવ કરનાર વ્યક્તિએ ચિન્મયને રૂમ બુક કરવા માટે 499 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવા કહ્યું હતું. ત્યારે ચિન્મયે પૈસા ટ્રાન્સફર કરતા જ દિવ્ય સિંહ નામના એક વ્યક્તિએ ચિન્મયને સહરા દરવાજા પાસે ન્યુ ઓવરબ્રિજના નાકે આવેલી એક OYO હોટલમાં બોલાવ્યો હતો. દિગ્વિજય સિંહના જણાવ્યા પ્રમાણે તે યુવક હોટલ પર પહોંચી ગયો અને બાદમાં જે નંબરથી યુવકને ફોન આવ્યો હતો તે નંબર પર તેણે ફરી કોલ કર્યો હતો.

ત્યારે યુવકના વ્હોટ્સએપ પર કેટલીક છોકરીઓના ફોટા આવ્યા અને યુવકે તેમાંથી એક જોકે છોકરી નો ફોટો પસંદ કરી દિગ્વિજયસિંહને જણાવ્યું હતું. આ છોકરીના બદલામાં દિગ્વિજય સિંહે 1.73 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારે 3 કલાક માટે આટલી મોટી રકમ ચૂકવી હોવા છતાં પણ યુવકને છીંકરી કે રૂમ કશું જ મળ્યું નહીં. અને યુવકને પોતે છેતરપીંડીનો ભોગ બન્યોભોવાનો એહસાસ થયો.

નોંધનીય છે કે, આ સમગ્ર મામલે યુવકે સુરત શહેરના ખટોદરા પોલીસ મથકમાં પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ ગઠિયાને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં યુવકે જે એકાઉન્ટ નંબર પર પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતના આધારે પોલીસે એક આઈડી અને એક મોબાઈલ નંબર મેળવ્યો હતો.જેના આધારે પોલીસ ચાંગોદરા GIDC ખાતે પહોંચી અને ત્યાંથી મોબાઈલ ધરાવનાર રવિ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે બાદમાં માલુમ પડ્યું હતું કે આ છેતરપિંડી તેણે નહિ પણ તેના ભાઈ ભાવેશ અમરજીત પાટીલે કરી હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે રવિને સાથે રાખીને તેના ભાઈ ભાવેશની શોધખોળ શરૂ કરતાં ભાવેશ પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર નજીક આવેલા ગલિયાના નામના ગામ ખાતે સંતાયો હતો. ત્યારે પોલીસ તરત જ ભાવેશના ગામે પહોંચી અને ત્યાં કુરિયર બોયનો સ્વાંગ રચીને પોલીસ તેના ઘરે પહોંચી હતી. અને પાર્સલ આપવાની વાત કરીને તેના ઘરેથી ભાવેશનો નંબર મેળવી તેને કોલ કર્યો અને ભાવેશને વિશ્વાસ અપાવીને તેને આ પાર્સલ લેવા માટે ઘરે બોલાવ્યો હતો. તે સમયે પાર્સલ લેવા આવતા જ પોલીસે ભાવેશની ધરપકડ કરીને તેની પાસેથી ₹60,000 રોકડા જપ્ત કર્યા હતા. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.