GujaratNorth Gujarat

પાટણમાં સિનિયર સિટીઝનને બાકડા પર બેસવું ભારે પડ્યું, બેકાબુ બનેલ કારે પાંચ વૃદ્ધોને કચડ્યા

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક પાટણથી સામે આવ્યો છે.

પાટણમાં હીટ એન્ડ રનની ઘટના આમે આવી છે. પાટણમાં બેકાબુ બનેલ કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે. તેના લીધે પાંચ વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા હતા. ફૂલ ઝડપે આવતી કાર દ્વારા પાંચ વૃદ્ધોને અડફેટે લેવામાં આવ્યા હતા. હાઈવે પર ગોગા મહારાજના મંદિર પાસે બેસેલા વૃદ્ધોને કાર દ્વારા કચડવામાં આવ્યા હતા. બાંકડા પર બેઠેલા પાંચ સિનિયર સિટીઝનો પર કાર ચડાવી દીધી હતી જેના લીધે એક વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે 4 ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી એક વૃદ્ધનો એક પગ કપાવો પડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાટણમાં બેકાબુ બનેલ કાર દ્વારા ભયાનક અકસ્માત સર્જવામાં આવ્યો હતો. પાટણ હાઇવે વિસ્તાર પર આવેલ લીલીવાડી વિસ્તારમાં મોડી રાત્રીના આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર આવેલ ગોગા મહારાજના મંદિર પાસે મૂકાયેલા બાંકડા પર કેટલાક વૃદ્ધો બેસીને વાતચીત કરી રહ્યા હતા. તે સમયે હાઇવે પરથી ફૂલ ઝડપે આવતી બેકાબુ કાર દ્વારા વૃદ્ધોને ક્ચેડવામાં આવી હતી. બાકડા પર બેઠેલા 5 જેટલા વૃદ્ધોને મારી ભયાનક ટક્કર મારવામાં આવી હતી.

જ્યારે આ ટક્કરમાં બેકાબૂ કારની ટકકર દ્વારા એકનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 1 વૃદ્ધનો પગ કપાયો છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. તેમ છતાં અકસ્માત સર્જી બેકાબુ કાર ચાલક ઘટનાસ્થળ પરથી નાસી ગયો હતો. ઘટના સ્થળ પર અકસ્માતને લીધે સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.