GujaratSouth GujaratValsad

સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પ્રેમ કરવો યુવતીને પડ્યો ભારે, યુવકે ન્યૂડ વીડિયો કરાવીને યુવતીને કરી બ્લેકમેલ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ઘણી વખત એવી મુશ્કેલીમાં ભરાઈ જતા હોય છે કે પછી પાછળથી રોવાના દિવસો સામે આવે છે. આવું જ કંઈક વલસાડ જિલ્લામાં સામે આવ્યું છે. જ્યાં એક યુવતીને સોશિયલ મીડિયામાં માધ્યમ દ્વારા મહારાષ્ટ્રના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. અને બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. યુવકે પોતે કુંવારો છે અને તે યુવતી સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. અને પછી બંને જણા ન્યૂડ વિડીયો કોલ કરતા હતા. તે દરમિયાન યુવકે યુવતીના અશ્લીલ સ્ક્રીનશોટ લઇ લીધા હતા. જો કે, યુવક પરણિત છે તેવું પાછળથી ખબર પડતાં જ યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો. તેથી આરોપીએ પોતાના ફોનમાં રહેલા યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી યુવતીને આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લામાં વસવાટ કરતી અને બી .એડ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ યુવતી સોશિયલ મીડિયાના માધ્યમ થકી મહારાષ્ટ્રના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. યુવકે પોતે કુંવારો છે અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. બાદમાં બંને ન્યૂડ વીડિયો કોલ કરતા હતા. તે દરમિયાન યુવકે યુવતીના અશ્લીલ સ્ક્રીન શોટ લઈ લીધા હતા. જો કે, થોડા સમય પછી યુવતીને માલુમ પડ્યું કે યુવક પરણિત છે તો યુવતીએ સબંધ તોડી નાખ્યો હતો. વિડીયો અને ફોટા પાડી લીધા હતા. જે બાદ યુવક વારંવાર ફોન અને મેસેજ કરીને લગ્ન કરવા માટે યુવતીને દબાણ કરતો હતો. યુવતીએ સબંધ રાખવાની સ્પષ્ટ ના પાડીને યુવકને બ્લોક કરી દીધો હતો. તેથી યુવકે મહારાષ્ટ્ર ખાતે વસવાટ કરતા તેના મિત્રના ફોનથી યુવતીને તેના અશ્લીલ ફોટો મોકલ્યા હતા. અને આ તમામ અશ્લીલ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી.

 

નોંધનીય છે કે, યુવકે આ રીતે ધમકી આપતા યુવતીએ આ મામલે વલસાડ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વલસાડ સાયબર ક્રાઇમે બાતમીદારો તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના ઘાટકોપર ખાતે વસવાટ કરતા 40 વર્ષની ઉંમરના અહેતરામ અલી શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.