VadodaraGujarat

પોલીસ વાનમાં દારૂની મહેફિલ માણતા જમાદાર અને બે મિત્રો ઝડપાયા

રાજ્યમાં એક વાર ખાખી કલંકિત કરનારી ઘટના સામે આવી છે. વડોદરાના મુજમહુડા હનુમાનજી મંદિર નજીક પોલીસ વાનમાં પોલીસ અધિકારીઓ જ દારૂની પાર્ટી માણતા હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ વાનમાં જમાદાર સહિત ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા સાથે અન્ય 2 શખ્સો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. જેપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ત્યાં પોલીસ અધિકારીઓ તપાસ કરવા માટે પહોંચ્યા. તે લોકોની તપાસમાં કરતા ત્રણેય પીધેલા હોવાની જાણકારી સામે આવી છે. આ ત્રણેય વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજ્યમાં અવાર નવાર ખાખી પર ડાઘ લગાવવાના કિસ્સાઓ વધારો થઈ રહ્યો છે.