India

જમ્મુ કશ્મીર : પુલવામા જેવા આતંકી હુમલાને સુરક્ષા દળોએ બનાવ્યો નિષ્ફળ,કારમાંથી IED કબ્જે જુઓ તસ્વીરો..

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. પુલવામા જિલ્લાના અવિગુંડ રાજપોરા વિસ્તારમાં સંત્રો વાહનમાંથી આઈઈડી (ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી.

તમને જણાવી દઈએ કે હાલમાં બોમ્બ નિકાલની ટુકડીએ તેને ડિફ્યુઝ કરી દીધી છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકી પુલવામાના રાજપોરા રોડ પર આ કાર ચલાવી રહયો હતો.

પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ શંકા જવાથી વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદી તેના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો. સુરક્ષા દળોએ વાહનની તપાસ કરી અને તેમાં આઈ.ઈ.ડી. મળી આવ્યું હતું જોકે હવે તે હાલમાં નિષ્ક્રિય છે.

તપાસમાં બહાર આવ્યું છે કે સફેદ સેન્ટ્રો કાર પરની નંબર પ્લેટ પણ નકલી હતી. કારમાં ટુ-વ્હીલર નંબર પ્લેટ છે. જે કઠુઆમાં રજિસ્ટર્ડ હતી.

આપણે જાણીએ છીએ કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી 2019 માં આતંકવાદી હુમલો થયો હતો. હુમલો જમ્મુ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

જેમાં પણ આવી જ એક કારનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોમ્બને કારમાં મૂકીને સીઆરપીએફના કાફલામાં ઘૂસી ગયો. આતંકી હુમલામાં લગભગ 45 સૈનિકો માર્યા ગયા હતા.