સુરતના રત્નકલાકાર પરિવારે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, માતા-દીકરી અને દીકરાનું મોત, પિતાની હાલત નાજૂક
ગુજરાતમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે દિવસેને દિવસે આવી ઘટના સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ રહેલો છે. જ્યારે આ માહોલની વચ્ચે મધ્યમ પરિવારના લોકોની સ્થિતિ ખરાબ બની છે. એવામાં આજે સુરતમાં એક જ પરિવારના ચાર લોકો દ્વારા સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પત્ની, પુત્રી અને પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ભાવનગરના સિહોર તાલુકાના વતની અને હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં રહેનાર પરિવાર રત્નકલાકાર તરીકે કામ કરીને જીવન પસાર કરી રહ્યા હતા. આ પરિવાર દ્વારા ઘર નજીક સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, પરિવારના દરેક સભ્યો પિતા, પુત્ર, માતા અને પુત્રી દ્વારા સામુહિક ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ પરિવારના અન્ય સભ્યો ચારેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન પરિવારના શારદાબહેન, તેમની દીકરી અને દીકરાનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે પરિવારમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પિતાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે જ આ પરિવારમાંથી એક પુત્રી અને એક પુત્ર બહારગામ રહેલા હતા. ઘટનાને લઈને જાણકારી મળી છે કે, આ રત્નકલાકાર પરિવાર આર્થીક મંદીના લીધે આ પગલું ભર્યું છે.
તેમ છતાં પરિવારના ત્રણ સભ્યોના અવસાનથી સંબંધીઓમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ પિતાની હાલત ખુબ નાજૂક રહેલ છે. ઘટનાને લઈને સરથાણા પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.