health

જીંદગીભર દવાખાનાથી દૂર રહેવું હોય તો આજથી આ પાંચ નિયમોનું પાલન કરો, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે…

નમસ્કાર દોસ્તો, જો તમારે દવાખાનાનું પગથિયું ન ચડવું હોય તો આજથી જ આ પાંચ નિયમોનું પાલન કરો,આજે આપણે ૫ એવા નિયમો વિશે જાણીશું જેનાથી તમારે ડોક્ટર પાસે નહીં જવું પડે.શરીરને હંમેશ માટે તંદુરસ્ત રાખવું મુશ્કેલ બને છે.પણ જો તમારું શરીર કાયમ માટે તંદુરસ્ત અને નિરોગી રહે તો એનાથી મોટી બીજી કોઈ સંપત્તિ નથી.સ્વસ્થ શરીર,તંદુરસ્ત મન એ સૌથી મોટી અને અમૂલ્ય સંપત્તિ છે,તો ચાલો જાણીએ આ પણ નિયમો વિશે,

૧. ઓછી ખાંડ અને વધુ ગોળ : આ બંને વસ્તુ ગળપણ માટે ઉપયોગી છે.બંને વસ્તુ શેરડીમાંથી જ બને છે પરંતુ ખાંડ એ કેમિકલી પ્રોસેસમાંથી બને છે.ખાંડ એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.ખાંડને બદલે દેશી ગોળ ખાવાનું વધુ પસંદ કરો.કહેવાય છે કે.ખાંડ એ શરીર માટે ધીમું ઝેર છે.

૨. ઓછું તેલ-વધુ ઘી : દરેક લોકોએ ખોરાકમાં તેલ ઓછું ખાવું અને દેશી ઘીનું સેવન વધારવું જોઈએ.ઘણા લોકોને વહેમ હોય છે કે ઘી ખાવાથી શરીરમાં ચરબી વધે છે.આ એક વહેમ છે,પરંતુ તેલ ખાવાથી ચરબી,કોલેસ્ટ્રોલ જેવી ઘણી બીમારીઓ થાય છે.

૩. ઓછું અન્ન – વધુ ફળ : એકંદરે ખોરાકમાં અનાજ ઘટાડો અને ફળનું સેવન વધુ પ્રમાણમાં કરો,જો તમે નિયમિત એક ફળનું સેવન કરશો તો પણ તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે.

૪. ઓછો આરામ -વધુ કસરત : દરેક વ્યક્તિએ આરામ કરવો પરંતુ થોડોક ઓછો કરો એના બદલે કસરત કરવાનું ચાલુ કરો,ખાસ કરીને જમ્યા પછી સૂવું ન જોવું જોઈએ,કસરત કરો જેથી શરીર આખો દિવસ હળવું રહેશે.

૫. વહેલી સવારનું વોકિંગ ( ચાલવું ) : વહેલી સવારે ચાલવાથી શરીરની ઘણી નાની-મોટી બીમારીઓથી બચી શકાય છે.સવારે ચાલવાથી મગજ શાંત રહે છે અને તંદુરસ્ત રહે છે.ખાસ કરીને તેમનું હ્રદય પણ તંદુરસ્ત રહે છે.જે લોકોને બીપી,ડાયાબિટીસ આવી સમસ્યા હોય તેઓએ વહેલી સવારે ચાલવું એ વરદાનરૂપ છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.