જીવો ત્યાં સુધી મગજની બીમારીથી બચવું હોય તો આજથી જ આ ટ્રિક અપનાવો, મગજ માટે ખૂબ જ ઉપયોગી છે,
નમસ્કાર દોસ્તો,આપણા શરીરના તમામ અંગોની કસરત થઈ શકે છે,આનાથી જે-તે અંગોને મજબૂત બનાવી શકીએ છીએ.પણ મગજ એ એવું છે જેની કસરત કરી શકતા નથી,આપણે માથું હલાવી શકીએ છીએ પરંતુ મગજની કસરત થઈ શકતી નથી.મગજની કસરત એટલા માટે જરૂરી છે કે મગજના જે બે ભયંકર રોગ છે જેમાં એક બ્રેઇન સ્ટોક અને બીજું હેમરેજ.
આપણે બીજું કહીએ તો મગજ એ શરીરનું સ્વીચ બોર્ડ છે.મગજને સાચવવું ખૂબ જ જરૂરી છે.તમારે મગજની કસરત કરવા માટે રોજની પાંચ બગાડવાની છે.જો આપણે મગજની કસરત માટે રોજની ૧૦ મિનિટ કાઢીશું તો કહેવાય છે કે જીવતા સુધી પાછલી ઉંમરમાં પણ આપણું મગજ તંદુરસ્ત રહેશે.
યાદ શક્તિ સારી રહેશે,જ્ઞાનતંતુઓ મજબૂર થશે,સ્નાયુઓ મજબૂત થશે,આમ મગજને લગતી બીમારીથી બચી શકીએ છીએ.આ માટે યોગમાં એક ભ્રામરી પ્રાણાયામ વિશે કહ્યું છે,એ ભ્રામરી પ્રાણાયામ માત્રને માત્ર મગજની કસરત માટે છે.અને એટલા માટે સવાર-સાંજ ભૂખ્યા પેટે ઓછામાં ઓછી ૫ વખત અને વધુમાં વધુ ૧૦ વખત આ પ્રાણાયામ કરવાની છે.
ઉપરની તસવીરમાં જોઈ શકો છો આ મુજબ કર્યા બાદ ઊંડો શ્વાસ લો અને જેમ ભમરો ગુંજન કરે છે એ રીતે ગુંજન કરો, સાથે તમારો શ્વાસ પણ નીકળશે.આ અવાજ સીધો આપણા મગજમાં જાય છે અને આનાથી મગજને સૂક્ષ્મ વ્યાયામ મળે છે.આપણુ મગજ મજબૂત થાય છે.આ વાત તમને સામાન્ય લાગતી હશે પરંતુ આ પ્રાણાયામ મગજ માટે ખૂબ જ ઉપયોગી છે.
જો મિત્રો તમે આ પ્રાણાયામ નિયમિત કરશો તો આનું પરિણામ મળે જ છે.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.