GujaratJunagadhSaurashtra

જુનાગઢ : પૂરમાં ‘બાપા ગયા….બાપા ગયા’ વિડિયો વાયરલ થયો હતો, તે બાપાને લઈને આવ્યા મોટા સમાચાર

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં જુનાગઢમાં ગઈ કાલના ભારે વરસાદ જોવા મળો હતો. જુનાગઢમાં માત્ર ત્રણ કલાકમાં જ ૧૬ ઇંચ જ વરસાદ ખાબક્યો હતો. તેના લીધે જુનાગઢ પુર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. તેની સાથે આ દરમિયાન એક આધેડનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોઈ મહિલા બોલતા જોવા મળી રહી હતી કે, બાપા વયા ગયા. ત્યારે આ આધેડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

આ વિડીયોમાં જોવા મળી રહેલ આધેડને જુનાગઢ પોલીસની ટીમ દ્વારા પાણીના ભારે પ્રવાહથી બચાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલ બપોરથી વરસેલા વરસાદના લીધે જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે લોકોના ઘરનો સામાન પણ તેની સાથે તણાઈ ગયો હતો. જ્યારે ઘર પાસે પાર્ક કરવામાં આવેલ કાર અને બાઈકો પણ આ પ્રવાહમાં તણાઈ ગયા હતા.

જ્યારે આ સમયે પાણીના પ્રવાહમાં કાર સાથે એક આધેડ પાણીના પ્રવાહમાં તણાયા હતા. તેમનો વિડીયો પણ ખુબ વાયરલ થયો હતો. જેમાં આધેડ કાર સાથે પાણીમાં તણાતા જોવા મળી રહ્યા હતા અને કોઈ મહિલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘એ દીદી બાપા વયા ગ્યા’ ની બુમો પાડતી જોવા મળી હતી.

તેમ છતાં જુનાગઢ પોલીસના જવાનો દ્વારા પાણીના પ્રવાહમાં ઉતરીને આ આધેડના ઉમરના વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો. જુનાગઢ પોલીસની ટીમ દ્વારા આધેડને પાણીના પ્રવાહથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.