AhmedabadGujaratMadhya Gujarat

ગુજરાતની જાણીતી લોકગાયિકા ફરી વિવાદમાં ફસાઈ, આ કારણોસર જવું પડે શકે છે પોલીસ સ્ટેશન

જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાને લઈને વિવાદ સામે આવ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોનાને હાહાકાર સર્જ્યો છે ત્યાં બીજી તરફ કાજલ મહેરીયા દ્વારા ભીડ એકઠી કરીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાની બર્થ ડે પાર્ટી યોજી છે. જેના લીધે તે વિવાદમાં આવી ગઈ છે.

આ બાબતમાં પોલીસ દ્વારા કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી બાબતમાં નિકોલ પોલીસ દ્વારા ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાર્ટીના આયોજક રહેલા હતા. જ્યારે કાજલ મહેરીયા પોતે પણ પાર્ટીમાં હાજર હતી તેના કારણે તેની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે અંદાજે રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ સામે આવ્યું છે. કાજલ મહેરીયા દ્વારા અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એબ્બીની બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નિકોલના મધુવન પાર્ટી પ્લોટમાં 7 જાન્યુઆરીના રોજ કાજલ મહેરિયા દ્વારા એબ્બીના બર્થ ડે ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે એ પણ જાણવા મળ્યું છે કે, પાર્ટી પ્લોટના પ્રવેશદ્વાર પર એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટી તસ્વીર રાખવામાં આવી હતી. બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયા દ્વારા ગીત પણ ગાવવામાં આવ્યા હતાં. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. તેમ છતાં આ પાર્ટીની તસ્વીરો વાયરલ થઈ ગઈ હતી જેના કારણે તેમના સામે સખ્ત પગલા ભરવાની માંગ ઉભી થઈ હતી.