GujaratNorth Gujarat

અમેરિકા જવાની બાબતમાં કલોલમાં એજન્ટે એક વ્યક્તિના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, આટલા કરોડમાં ડીલ થઇ હતી

હાલના જમાના દરેકને બહાર દેશમાં જવાની ઈચ્છા હોય છે તેના માટે કંઈપણ તૈયાર કરવા માટે આવે છે. લોકો કરોડો રૂપિયા એજન્ટને આપી વિદેશમાં જવા માટે ખર્ચતા હોય છે એવામાં ખાસ કરીને અમેરિકા છે. એવામાં ગાંધીનગરના કલોલ થી એક ફાયરિંગ ઘટના સામે આવી છે. જેમાં વિદેશ જવા ની બાબત માં ફાયરિંગ થયું હોવાનું સામે આવી આવ્યું છે.

અમેરિકા જવા માટે બબાલ થવાના કારણે એજન્ટ દ્વારા એક વ્યક્તિના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ બાબતમાં ફાયરીંગ કરનાર યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે જાણવા મળ્યું છે કે, વિદેશ મોકલનાર એજન્ટના ત્રણ માણસો દ્વારા કલોલના મારુતિ બંગલો માં ફાયરિંગ કરવામાં આવતા આ ઘટનામાં ચર્ચામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, કલોલમાં આવેલ મારૂતિ બંગલામાં રહેનાર વિષ્ણુ પટેલ દ્વારા પોતાના પરિવારના બે સભ્યોને અમેરિકા મોકવા માટે કામ બ્રહ્મભટ્ટ દેવલના નામના એજન્ટને આપવામાં આવ્યું હતું. જ્યારે તે દરમિયાન એજન્ટ દ્વારા 72 કલાકમાં વિઝા લાવી આપવાની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન વિષ્ણુ પટેલ અને બ્રહ્મભટ્ટ દેવલના નામના એજન્ટ સાથે 1 કરોડથી વધુ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી.

જયારે તેની સાથે આ મામલામાં વધુ જાણવા મળ્યું છે કે, આ ડીલમાં વિષ્ણુ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો અમેરિકા પહોંચે ત્યાર બાદ જ સંપૂર્ણ પૈસા આપવામાં આવશે. પરંતુ એવું બન્યું નહીં અને તેમના પરિવારના સભ્યો હજુ દિલ્હી જ પહોંચ્યા હતા ત્યાં જ એજન્ટ દ્વારા પૈસા માંગવામાં આવ્યા હતા. તેમાં તેમના બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યાર બાદ એજન્ટ દ્વારા વિષ્ણુ પટેલ ના ઘરે પૈસા માંગવા માટે ત્રણ લોકોને મોકલવામાં આવ્યા અને તેમને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ સદનસીબે તે બચી ગયા હતા. જેમાં પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓમાંથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.