International

કલ્પના ચાવલાએ રચેલો ઇતિહાસ અંગે, નાસાની સૌથી મોટી દુર્ઘટનાનું મોટું રહસ્ય સામે આવી શકે છે, જાણીલો તમે પણ..

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી, 2003.ભારતમાં હરિયાણાના કરનાલમાં જન્મેલી કલ્પના ચાવલાએ 18 વર્ષ પહેલાં વિશ્વમાં ઇતિહાસ રચ્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે કલ્પના ચાવલા અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. અહી આ વાતને લઈને ભાગ્યે જ કોઈ જાણતું હશે કે સ્પેસ શટલ કોલમ્બિયા કદી પાછું ફરી શકશે જ નહીં.

તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરી, 2003 ના રોજ, લોંચ થયાના 82 સેકંડ પછી જ, ફોમ-ફીણનો એક ટુકડો શટલની સપાટી પરથી અલગ થઈ ગયો હતો.અને એના 15 દિવસ પછી શટલ જ્યારે પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું ત્યારે જ, નાસાના ઇતિહાસમાં એક સૌથી મોટા અકસ્માતનું કારણ આ છૂટા પડેલા નાના ટૂકડાના કારણ પણ હતું. અહી ઉલ્લેખનીય છે કે બ્રીફકેસ કદનો એ ટૂકડો છૂટો પડતાં સપાટી ખૂલી થઈ ગઈ હતી. જેના કારણે હવાનું ઘર્ષણ પરત ફતી વખતે ખૂબ જ વધી ગયું હતું અને શટલ તુટી પડ્યું હતું.તેમણે એ પણ જણાવી દઈએ કે એ અલગ થયેલા નાના ટૂકડાને એ વખતે અમેરીકાની નાસાએ તેને હળવાશથી લીધો હતો.

તો આ વચ્ચે તમને એ પણ જણાવી દઈએ કે જોનસન સ્પેસ સેન્ટરના ઇજનેરો એ સારી રીતે જાણતા હતા કે હકીકતમાં શું થયું છે. તેમણે તેમના સિનિયર મેનેજમેન્ટને આ અંગે ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમની વાત કોઈએ સાંભળી નહીં. તો જ્યારે ઓર્બિટરમાંથી બધા ડેટા આવવાનું બંધ થઈ ગયું, ત્યારે રોડની રોશાને સમજાયું છે કે તેના સેન્સર ટેલિમેટ્રીમાં કંઈક તો ખોટું હતું.તમને એ જણાવી દઈએ કે લોન્ચિંગ દરમિયાનના દેખાતા એક વીડિયોમાં ઓર્બિટરની બાહ્ય બળતણ ટાંકીમાંથી ફીણ ડાબી બાજુ નિકળતાં સ્પષ્ટપણે નજરે પડ્યો હતો. પરંતુ એ વીડિયો સ્પષ્ટ ન હતો.

કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે કોઈને કઈ પણ જાણ નહોતી. અહી ઉલ્લેખનીય છે કે રોશા મિશન મેનેજમેન્ટની ટીમને વિનંતી કરી હતી કે સંરક્ષણ વિભાગને કોઈપણ કિંમતે ગમે તે કરીને વધુ સારા ફોટોગ્રાફ્સ લેવાનું કહે. પરંતુ તેઓએ કઈ પણ સાંભળ્યું ન હતું.અને આખરે તે પૃથ્વી પર પાછા ફરતી વખતે, કોલમ્બિયા ટેક્સાસ ઉપર તૂટી પડ્યું હતું, અને તે સાથે જ આ વિશ્વએ કલ્પના ચાવલા સહિત 7 મોટા સક્ષમ અવકાશયાત્રીઓને ગુમાવી દીધા હતા.

ત્યાર બાદ આ અંગે વધુ તપાસમાં એવું સાબિત થયું હતું કે બ્રીફકેસ કદના એ ફીણ-ફોમનો લગાવેલો ચૂકડો જ આ મોટા અકસ્માતનું કારણ હતું.તમને જણાવી દઈએ કે જ્યારે પૃથ્વી પર આ શટલ પરત ફરી રહ્યું હતું ત્યારે ગરમ ગેંસ શટલની અંદર પ્રવેશી ગયો હતો. અને પછી એના કારણે એક મોટો દુ:ખદ અકસ્માત સર્જાયો હતો.અહી ઉલ્લેખનીય છે કે નાસાએ સુરક્ષા ધોરણની અવગણના કરી હતી.જે નાસાની એક મોટી બેદરકારી હતી.

સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ એ પહેલી ઘટના નથી જ્યારે ફોમ બાહ્ય બળતણ ટાંકીમાંથી બહાર નીકળી ગયું હોય.તમને જણાવી દઈએ કે એસટીએસ -7 (1983), એસટીએસ -32 (1990), એસટીએસ -50 (1992) અને એસટીએસ -112 માં પણ આ ઘણા વર્ષોથી આવું બન્યું જ હતું. પરંતુ આ બધા મિશનને કોઈ નુકસાન થયું નથી. તેથી, કરીને જ નાસાએ તેને કોઈ મોટો ખતરો માન્યો ન હતો.પરંતુ કલ્પના ચાવલા સહિત 7 મોટા સક્ષમ અવકાશયાત્રીઓને આ મોટી દુર્ઘટનામાં ગુમાવી દીધા હતા.