એક્ટ્રેસ કંગના રનૌત તેના કામ કરતાં તેના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર કોઈને કોઈને નિશાન બનાવતી જોવા મળે છે. ફરી એક વાર પંગા ગર્લ બોલિવૂડ માફિયાઓને આડે હાથ લીધી છે.કંગનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી બે-ત્રણ ટ્વિટ કરી છે.
કંગનાએ બોલિવૂડના માફિયાઓ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે તે રાત્રે ફોન કરે છે ત્યારે હીરોના રૂમમાં જતી નથી, તેથી જ તેઓ તેને ઘમંડી કહે છે. આ સિવાય પણ કંગનાએ વધુ ઘણું કહ્યું છે. કંગના રનૌતે ટ્વિટ કરીને લખ્યું, ‘ભીખારી ફિલ્મ માફિયાએ મને ઘમંડી કહી કારણ કે હું આઈટમ નંબર કરવા નથી જતી અને અન્ય છોકરીઓની જેમ લગ્નમાં ડાન્સ કરવા નથી જતી. રાત્રે જ્યારે બોલાવવામાં આવે ત્યારે મેં બધાને હીરોના રૂમમાં જવાની સ્પષ્ટ મનાઈ કરી છે.
બન્યું એવું કે તાજેતરમાં કંગનાએ ટ્વિટર પર તેની માતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેની માતા ખેતરોમાં કામ કરતી જોવા મળી હતી. આ સાથે કંગનાએ લખ્યું, ‘આ મારી માતા છે, તે રોજ સાત-આઠ કલાક ખેતી કરે છે. ઘણીવાર લોકો ઘરે આવે છે અને તેમને કહે છે કે અમારે કંગનાની માતાને મળવું છે. ખૂબ નમ્રતાથી હાથ જોડીને તે તેને ચા-પાણી આપે છે અને કહે છે કે હું તેની માતા છું. જ્યાં કંગનાના ચાહકોએ તેના વખાણ કર્યા તો કેટલાક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા.
કંગનાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું, ‘મારી માતા મારા કારણે અમીર નથી. હું રાજકારણીઓ, નોકરિયાતો અને ઉદ્યોગપતિઓના પરિવારની છું. મારી માતા પોતે 25 વર્ષ શિક્ષક રહીછે. ફિલ્મ માફિયાઓએ સમજવું જોઈએ કે મારો એટીટ્યુડ ક્યાંથી આવે છે અને હું તેમના જેવી વસ્તુઓ કેમ નથી કરતી.