BjpCongressIndiaPolitics

Karnataka Election Results: હાલની ગણતરી મુજબ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી, ભાજપની હાર

Karnataka Election Results : કર્ણાટક (Karnataka) વિધાનસભા ચૂંટણી અંતર્ગત 10 મેના રોજ પડેલા મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલી રહી છે. જ્યારે કેટલાક નિષ્ણાતો કોંગ્રેસને લીડ આપી રહ્યા છે, તો કેટલાક માને છે કે જનતા દળ સેક્યુલર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની કડક લડાઈ સાથે કિંગમેકર તરીકે ઉભરી શકે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચના વલણો દર્શાવે છે કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહી છે.

રાજ્યની 224 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 75 બેઠકો પર, કોંગ્રેસ 119 બેઠકો પર, જેડીએસ 23 બેઠકો પર અને અન્ય 7 બેઠકો પર આગળ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હજુ પણ બહુમતી સાથે આગળ છે. એક તરફ જ્યાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પાર્ટીના ઘણા મજબૂત નેતાઓ પોતપોતાની વિધાનસભા બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. આ નેતાઓમાં શ્રીરામાલુ, મધુસ્વામી, રેણુકાચાર્ય, બીસી પાટીલ, એસટી સોમશેકર, એમટીબી નાગરાજ, ડૉ. સુધાકર, વી સોમન્ના અને સુરેશ કુમારનો સમાવેશ થાય છે.

ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોમાંથી પસાર થઈ. જેમાંથી 17 પર કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. 2018માં કોંગ્રેસે આમાંથી માત્ર પાંચ બેઠકો જીતી હતી. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી(Rahul Ganfhi) આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય પહોંચી શકે છે.