NewsBjpGujaratPolitics

રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને મોટા સમાચાર: કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

ગુજરાતમાં કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનને લઈને વિવાદ વધુ ને વધુ સળગી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે અને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રૂપાલાના નિવેદનના વિરોધમાં કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવા પણ માંગ કરી છે. ગોંડલમાં ગઈ કાલે યોજાયેલ ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત બેઠાક ગણાવી હતી અને તેનો વિરોધ કર્યો હતો.રાજ શેખાવતે જણાવ્યું કે મે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી. આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અંગે ટિકિટ માટે સંપૂર્ણ ભારતવર્ષમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.

કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને નિમ્નસ્તરનું નિવેદન કરાયું છે છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું.