India

દીકરીના લગ્નમાં પિતાએ ખાસ અપીલ કરી, કંકોત્રીમાં એવું છપાવ્યું કે…

લગ્નની આ કંકોતરીને ખાસ બનાવવા માટે એવું કશુંક કરવામાં આવ્યું છે જે જોઈને લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એવામાં દેશભરમાં હવે આ કંકોતરીની ચર્ચા થઈ રહી છે. તમે પણ જાણવા માંગતા હશો કે આખરે શું છે આ ઘરમાં ખાસ. તમને જણાવી દઈએ કે ઇન્વિટેશન કાર્ડ પર દુલ્હનના પિતાએ ચોખ્ખું લખ્યું છે કે લગ્નમાં દારૂ પીને આવવામાં મનાઈ છે.

હા, ઘણીવાર લગ્નના માહોલમાં મસ્તી કરવા માટે ઘણા લોકોને દારૂ પીવો ગમે છે. પરંતુ આવી સ્થિતિમાં ઘણી વખત લગ્નનું વાતાવરણ પણ બગડી જાય છે. આ બધું રોકવા માટે આ પિતાએ લગ્નના કાર્ડમાં આ બધું લખ્યું છે. હવે અમે તમને આ વ્યક્તિ વિશે પણ જણાવીએ.

વાસ્તવમાં આ વ્યક્તિ બિહારના ગયા વિસ્તારના ગેવાલબીઘા વિસ્તારનો રહેવાસી છે. આ વ્યક્તિનું નામ ભોલા યાદવ જણાવવામાં આવી રહ્યું છે. ભોલા યાદવ હંમેશા સમાજના હિતમાં કામ કરતા રહ્યા છે. તે એક સામાજિક કાર્યકર છે. ભોલા યાદવની દીકરીના લગ્ન 16 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે તેણે આમંત્રણ કાર્ડમાં મેસેજ લખ્યો છે કે નશામાં આવવાની મનાઈ છે.

ફક્ત કાર્ડ પર લખી દીધું એટલું જ નથી આ બધુ ભોલા રામે અપનાવ્યું હતું પણ ખરું. તે લગ્નમાં આવનાર લોકો દારૂ પીને આવે નહીં. આ સિવાય તેમણે પોતાના સંબંધીઓ અને બાકીના લોકોને પણ આ જ વાત કહી હતી. આ સાથે મહેમાનોને લાયસન્સ સાથેના હથિયાર પણ લાવવા માટે ના કહે છે. જો કોઈ હથિયાર લઈને આવે છે તો તેની માટે પણ પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં.

ભોલા રામ પણ દહેજ પ્રથાના વિરોધી છે. તેથી જ તેઓ તેમની પુત્રીના લગ્ન દહેજ વગર કરાવી રહ્યા છે. ભોલા રામના આ મેસેજ ભરેલા કાર્ડના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ગયા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર પ્રેમ પ્રકાશે પણ ભોલા રામની ખૂબ પ્રશંસા કરી, તેમણે એમ પણ કહ્યું કે લગ્ન સમારોહમાં લોકોને આમંત્રણ કાર્ડ પર પ્રિન્ટ કરાવીને આવો સંદેશ આપવો એ એક પ્રશંસનીય પહેલ છે. સમાજ માટે આ એક મોટો સંદેશ છે. જણાવી દઈએ કે સીએમ નીતિશ કુમારે બિહારમાં દારૂ મુક્ત અભિયાનની શરૂઆત કરી હતી, જેના કારણે ઘણા લોકો પ્રભાવિત થયા છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ