ખસ,દાદર,ખરજવું જેવા ચામડીના તમામ રોગો મટાડવા આ ઉપાય એકદમ રામબાણ, આ અંગે તમે અજાણ હશો,
નમસ્કાર દોસ્તો, આજે અમે તમારી જોડે એક એવો પ્રયોગ શેર કરીશું, જે મોટેભાગે ઘણા લોકો પીડાતા હોય છે,એ રોગ એટ્લે ચામડીના રોગ.ચામડીના રોગોમાં દાદર,ખસ,ખરજવું,શરીર પર ખંજવાળ આ બધી સમસ્યા જે ચામડીના રોગો છે.ચામડીના જે રોગ છે એ પિત્તના રોગ છે.જ્યારે શરીરમાં પિત્તનો વિકાસ થાય છે ત્યારે શરીરમાં ચામડીના રોગો થાય છે.
અને એમાં હરપીસ નામનો રોગ ભયંકર છે.આ બધા રોગો ન થાય માટે અને થયા હોય તો કેવી રીતે મટી જાય તે માટે આજે આપણે વધુ વિગતે જાણીશું.આયુર્વેદ પણ કહે છે કે ગમે તેવી સારામાં સારી દવા હોય પણ જો તમે પરેજી ન પાડો તો એ દવા તમારા માટે કઈ કામની નથી.એટ્લે મિત્રો જો તમે પરેજી પાડો તો જ આ ઉપાય અપનાવવો.જો તમે પરેજી ન પાડો તો તમને યોગ્ય પરિણામ મળશે નહીં.
સૌથી પહેલા કૂવાડિયાના બીજનો પાવડર લેવો, જે તમને ગાંધીની દુકાને મળી રહે છે. બીજી વસ્તુ અમલસાર ગંધકનું ચૂર્ણ લેવું, તે પણ આયુર્વેદની દુકાને મળી રહેશે.ત્યારબાદ તમારે કણજીનું તેલ લેવું.આ બધુ એકઠું થઈ ગયા પછી સવાર-સાંજ કૂવાડિયાના બીજનો ૫ ગ્રામ પાવડર પાણી સાથે ફાંકી જવો.
બીજો ઉપાય, કૂવાડિયાના બીજનો ૧ ચમચી પાવડર અને ૧ ચમચી અમલસાર ગંધકનો ચૂર્ણ લો, ત્યારબાદ આ બંનેને મિક્સ કરી દો.આ પાવડર મલમ બને તે રીતે તેની અંદર કણજીનું તેલ ઉમેરો.આ મલમ તૈયાર થઈ ગયા પછી તમને જ્યાં ખસ,દાદર,ખરજવું,ગૂમડું, થયું હોય તે ભાગે આ મલમ લગાવ્યા બાદ તમે કપડાનો પાટો બાંધી શકો છો.
આ પ્રયોગ ચાલુ કર્યાના ૧૦ દિવસમાં ચામડીના તમામ રોગો એકદમ મટી જશે,પણ યાદ રાખો જ્યાં સુધી તમે આ પ્રયોગ ચાલુ રાખો ત્યાં સુધી તમારે ખાટા,તીખા,તળેલા,અને મસાલાવાળા ખોરક ખાવાના નથી.આ સિવાય તમે બધુ જ ખાઈ શકો છો. નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.