લોકગાયિકા કિંજલ દવેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જેટલું ફેમસ છે તેને લઈને તેટલા જ સવાલ ઉભા થયા છે. કેમકે આ ગીત કોપીરાઈટ કેસમાં સંડાવ્યું ગયું છે અને સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારાયો છે. કિંજલ દવે દ્વારા કોર્ટમાં માફી માંગવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 20 ડિસેમ્બર 2016 થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગતી અપલોડ કરાયું હતું. ત્યાર બાદ તે ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. જાન્યુઆરી 2017 માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ દ્વારા આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015 માં કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર 2016 ના રોજ તેના દ્વારા કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવે કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણવામાં આવે છે.
નોંધનીય છે કે, કાર્તિક પટેલ ત્યાર બાદ તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટ દ્વારા કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. તેની સામે કિંજલ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2019 માં કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાવાની છુટ્ટી આપવામાં આવી હતી. પરંતુ કિંજલ દવે માટે માઠા સમાચાર સામે આવ્યા છે.