કીર્તિ પટેલે તો હદ વટાવી, હવે ડ્રાઈવરોને માર મારી જાહેરમાં કર્યું ખરાબ વર્તન, વિડીયો વાયરલ…
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કીર્તિ પટેલ સામે કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ પશુ ભરેલી આઈસર રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે ડ્રાઈવરો સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું. તેને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગઈ કાલ રાત્રીના સુરતનાં કામરેજ ટોલનાકા નજીક કીર્તિ પટેલ સહિતના શખ્સો દ્વારા પશુ ભરેલી આઈશર રોકવામાં આવી હતી. જાણકારી મુજબ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમો દ્વારા આઈસર રોકવામાં આવી હતી. આ લોકો દ્વારા ગાયોને કતલખાને લઇ જવામા આવે છે તેવું કહીને ગાડી રોકી ડ્રાઇવરો ને માર મારી જાહેરમાં ખરાબ વર્તન કર્યું હતું. તેની સાથે આ કારણોસર સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો.
આ પણ વાંચો: Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ પૈસા વિશે કહ્યું આટલું, આ કામ કરશો તો ધનવાન જ રહેશો
આ પણ વાંચો: લુપ્ત થતી દેશી કેરીની જાતને બચાવવા માટે આ ઉદ્યોગપતિએ કરી અનોખી પહેલ
તેની સાથે કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ પશુ ભરેલી આઈસર રોકી ડ્રાઇવરોને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી પણ આ લોકો દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં આ ઝઘડાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. મહત્વની વાત એ છે કે, વાયરલ થયેલ વીડિયોમાં મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ મામલામાં કામરેજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.